________________
નાથાલાલ ભાણજી દવે શ્રી. નાથાલાલ દવેને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ ભુવા ગામમાં ઈ. સ. ૧૯૧૨ ની ત્રીજી જૂને થયેલ. તેમના પિતાનું નામ ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તુરબા. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૪ માં શ્રી. નર્મદાબહેન સાથે થયેલું છે.
તેમણે પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક કંડલા તથા ભાવનગરમાં લીધી હતી. ઈ. સ. ૧૯૩૪ માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે તેઓ બી. એ. માં બીજા વર્ગમાં પાસ થયા. એમ. એ. માં ગુજરાતી મુખ્ય વિષય લઈને ઈ સ. ૧૯૩૬ માં તેઓ વડેદરા કૉલેજમાંથી પાસ થયા. ઇ. સ. ૧૯૪૩ માં તેમણે બી. ટી. ની પરીક્ષા પણ વડેદરાની બી. ટી. કોલેજમાંથી પાસ કરી. ઈ. સ. ૧૯૪૪ માં તેમણે અમદાવાદમાં મોન્ટેસોરી સંચાલિત બાલશિક્ષણક્રમની તાલીમ પણ લીધી હતી. એમને મુખ્ય વ્યવસાય શિક્ષકનો છે. અમદાવાદનું સી. એન. વિદ્યાલય, ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલ, સોનગઢની ગુરુકુળ હાઈસ્કૂલ– એમ વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષક તરીકે કામ કર્યું છે. તે પછી થોડે વખત સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતામાં કામ કરીને હાલ તેઓ રાજકોટની બાર્ટન ટ્રેનિંગ કોલેજના મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે.
સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, સર રાધાકૃષ્ણન, રોમે રેલાં, કાકા કાલેલકર, કાલિદાસ, ભવભૂતિ વગેરે પ્રતિભાશાળી વિભૂતિઓની ઉત્તમ કૃતિઓએ તેમના વ્યક્તિત્વ ઉપર ચિરસ્થાયી છાપ પાડી છે. એમના જીવનનો ઉદ્દેશ પૂર્ણતાની પ્રાપ્તિ છે. એમની અક્ષરપ્રવૃત્તિના મૂળમાં તેમને હેતુ જીવનની તમામ શુભ શક્તિઓને વિકાસ સાધીને પરમતત્વને સાક્ષાત્કાર કરવાનો છે, એમ તેઓ જણાવે છે.
કોલેજમાં હતા ત્યારથી જ તેમણે દાંડીકૂચ વખતે આવેલા રાષ્ટ્રીય જુવાળના ઉત્સાહમાં રાષ્ટ્રગીતે રચેલાં. ત્યારથી કાવ્ય તેમને પ્રિય સાહિત્યપ્રકાર બને છે. સાથે સાથે નવલિકા, નાટક અને વિવેચનનાં ક્ષેત્રોમાં પણ તેઓ યથાપ્રસંગ ફળ આપતા રહે છે.
એમના પ્રિય લેખક રવિબાબુ છે. એમના પ્રિય ગ્રંથે રવિબાબુને કાવ્યસંગ્રહ “સંચયિતા” અને રમે રેલાંકૃત જીન ક્રિસ્તોફ' છે. એમના