________________
ચુનીલાલ કાલિદાસ મડિયા
પેાતાના પ્રથમ ગ્રંથ ‘ઘૂઘવતાં પૂર'ને પ્રકટ કરતાંની સાથે જ ગુજરાતના સાંપ્રત વાર્તાલેખકોમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર આ લેખકને જન્મ ઇ. સ. ૧૯૨૨ ની ૧૨ મી આગસ્ટે સૌરાષ્ટ્રમાં આવેલા તેમના મૂળ વતન ધારાળમાં થયેલા. તેએ જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમના પિતાનું નામ કાલિદાસ નદવજી અને માતાનું નામ કસુંબા ઉર્ફે પ્રાણ વર છે.
તેમણે પ્રાથમિક શિક્ષણુ ધેારાજીમાં લીધેલું; માધ્યમિક પણ ત્યાંની જ શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલમાં મેળવેલું. ઇ. સ. ૧૯૩૯ માં મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદની એચ. એલ. કોલેજ આફ કામમાં દાખલ થયા અને ઇ. સ. ૧૯૪૫ માં બી. કોમ.ની ઉપાધિ તેમણે મેળવી. ત્યારબાદ તરત જ ‘જન્મભૂમિ’ના તંત્રીમડળમાં તેઓ જોડાયા અને હાલ ‘નૂતન ગુજરાત’ દૈનિક પત્રના તંત્રીવિભાગમાં તે કામ કરી રહ્યા છે.
હાઈસ્કૂલમાં મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા, ત્યારે જ તેમના ગુજરાતીના શિક્ષક શ્રી. જન્મશંકર દોલતરાય મારૂએ સહુપ્રથમ સાહિત્યરસ અને ટૂંકી વાર્તાની મેાહની તેમને લગાડી. અમદાવાદ કૉલેજમાં આવતાં શ્રી. ઉમાશંકર જોષીના ગાઢ સંપર્કમાં આવ્યા. શ્રી. બચુભાઈ રાવતે તેમને વાર્તાઓ લખવા ઢઢાળ્યા. કાલેજના આચાર્ય શ્રો. સુરેન્દ્ર દેસાઈ એ પણ તેમની વાર્તાલેખનની પ્રવૃત્તિમાં ઊંડા રસ લીધેા. ઇ. સ. ૧૯૩૯ માં તેમણે કોલેજ મેગેઝીનમાં પ્રકટ કરેલી મદ્યપાન અને ખેડૂત કામદારના જીવનને લગતી · સેાનાજી ' નામની વાર્તાથી સાહિત્યજીવનની શરૂઆત કરી. ઇ.સ. ૧૯૪૧ માં ઈન્ટરની પરીક્ષામાં નપાસ થતાં ભણતર પ્રત્યે તેમને કંટાળા ઉપજ્યા અને ગામડાંના અને શ્રમજીવીઓના અનુભવાતે ગૂ થતી વાર્તાઓ રચવાના અખતરા કર્યાં. મિત્રા ને મુરબ્બી તરફથી તેમને અવારનવાર પ્રાત્સાહન મળતું રહ્યું. અભ્યાસકાળ દરમિયાન જ ટૂંકી વાર્તાઓનું વાચન તેમણે વિશાળ કર્યું અને ́ કૌતુકમાળા ' તે ‘ટચુકડી સેા વાતા’ થી માંડીને શ્રાવણી મેળેા ' જેવી સુંદર વાર્તાઓની ભાષા અને કળાની અસર તેમની આલેખનરીતિ તેમજ કલ્પનાવ્યાપાર ઉપર થઈ. એ સ` પ્રેરક બળાને કારણે ‘કમાઉ દીકરા’ જેવી શ્રેષ્ડ વાર્તા તે આપી શકયા.
"
'