________________
ગાપાળરાવ ગાનન વિદ્યાંસ
તેમના જન્મ રત્નાગિરિ જિલ્લાના આંજાઁ ગામમાં ઈ. સ. ૧૮૯૬માં ૨૬ મી નવેમ્બરે થયેલા. તેમનું મૂળ વતન તે કાંકણુ પ્રાંત પણ છેલ્લાં ૭૫ વર્ષોથી વિાંસ કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસેલું છે. તેમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ; માતાનું નામ સરસ્વતીબાઇ; જ્ઞાતિએ તેઓ ચિાવન મહારાષ્ટ્રી બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ઇ. સ. ૧૯૨૨ માં શ્રી. સુમતિબાઈ સાથે થયેલું છે.
પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રણ ધારણાનુ શિક્ષણ તેમણે વલ્લભીપુરમાં ( વળામાં ) અને ત્યારબાદ મેટ્રિક સુધી અભ્યાસ શ્રી. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ખાસ વમાં કર્યાં હતા. ઇ. સ. ૧૯૧૭ માં ભાવનગરની સનાતન ધર્મી હાઇસ્કૂલમાંથી બહારના વિદ્યાર્થી તરીકે મેટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાંની શામળદાસ કૉલેજમાં તે દાખલ થયા. ત્યાં પ્રથમ વર્ષામાં ગણિતમાં પ્રથમ આવવા બદલ પ્રિ॰ સંજાણા પારિતોષિક તેમને મળ્યું હતું. ઈ. સ. ૧૯૨૧ માં પૂનાની ફર્ગ્યુÖસન કૉલેજમાંથી મુખ્ય વિષય ગણિત લઈ ને ખી. એ. ની ઉપાધિ માનસહિત તેમણે પ્રાપ્ત કરી હતી. પછી તરત જ શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષણકાર્યમાં જોડાવા તે સંસ્થાના તે આજીવન સભ્ય બન્યા. તેમને મુખ્ય વ્યવસાય શિક્ષકનેા તેએ ગણાવે છેઃ કેટલાંક વર્ષો સુધી સંસ્થાની જરૂરતાને અંગે પ્રકાશન વિભાગનું સ ંચાલન તેમણે કર્યું હતું. સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય સ્થપાયું તે અરસામાં થાડા વખત સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના મુખ્ય અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. હાલ તેઓ મુંબઇની આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશતાનુ વ્યવસ્થાકાર્ય સભાળી રહ્યા છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઇ. સ. ૧૯૩૭ માં શિક્ષણવિષયક સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવાના હેતુથી કરી અને ડૉ. ગજાનન શ્રીપત ખેરના ‘ પાશ્ચિમાય શિક્ષણપ્રણાલી' નામના મરાઠી પુસ્તકને ગુજરાતી ભાવાનુવાદ એ ભાગમાં પ્રકટ કર્યાં. છેક નાનપણથી સ્વ. ગિજુભાઈ, શ્રી. નાનાભાઈ ભટ્ટ, ગાખલેજી તેમજ ગાંધીજીનાં જીવનની અસર તેમણે ઝીલેલી છે. ઇ. સ. ૧૯૨૧ બાદ ગાંધીજીના હિંદુ આગમન પછી તે ગાંધીજીની વિચારસરણી અને દક્ષિણામૂર્તિના શિક્ષણ ને સંસ્કારવિષયક વાતાવરણ વડે તેમનું સમગ્ર જીવન રંગાઈ ગયેલુ છે. શ્રી. દક્ષિણામૂર્તિમાં
३