SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મથકાર-પરિતાવલિ આવી વિદ્યાવ્યાસંગી પ્રકૃતિને અધ્યયન અધ્યાપન અને સંશોધનમાં રસ હેય તે સ્વાભાવિક છે. નિબંધ–હરીફાઈઓમાં વિજેતા બનવાથી અને સ્વ. નરસિંહરાવ તેમજ સ્વ. કે. હ. ધ્રુવના પ્રોત્સાહનથી પિતાના લેખનકાર્યમાં તેમને વિશ્વાસ બેઠો. વળી વ્યવસાય પણ શરૂઆતમાં અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષકો તેમજ ઈ. સ. ૧૯૩૭ થી મુંબઈની એલિફન્સ્ટન કૉલેજમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક –તેમની પ્રકૃતિ ને પ્રવૃત્તિને અનુકૂળ હોવાથી તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય, પ્રાચીન ગુજરાતી ભાષા અને સાહિત્ય તેમજ સંસ્કૃત કાવ્યવિવેચન–અલંકારશાસ્ત્ર તરફ શરૂઆતથી જ તેમની ઊંડી અભિરુચિ હેવાથી ઉત્તરોત્તર તેમની લેખનપ્રવૃત્તિ વિકસતી ગઈ છે; ઈ. સ. ૧૯૪૨માં વસંતવિલાસ: એક પ્રાચીન ગુજરાતી ફાગુ' એ કાવ્યની સંશોધનાત્મક અંગ્રેજી સંપાદના તૈયાર કરીને ભાષાશાસ્ત્રી તરીકે ગુજરાતમાં તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. ગુજરાતી ભાષાના લેખકેમાં ગોવર્ધનરામ અને કાન તેમને ખૂબ ગમે છે. વૈજ્ઞાનિક સાહિત્યના અભ્યાસમાં તેઓ સારો રસ ધરાવે છે. કવિ કાલિદાસનાં મહાકાવ્ય સ્વ. નરસિંહરાવ, મુનિ જિનવિજયજ અને સંસ્કૃતના વિવેચન-અલંકાર-સાહિત્યે તેમના સાક્ષરી વ્યક્તિત્વને ઘડયું છે. સર્જનાત્મક લખાણ એ ખપજેગું જ વાંચે છે પણ શાસ્ત્રીય ચિંતનાત્મક વિષયોમાં અને નવાં નવાં સંશોધનમાં તેમને અભિનિવેશ ઊડે છે. તેમનાં પુસ્તકમાં “વસંતવિલાસ'નું સંપાદન તેમાંની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપ્પણની ઉપયોગિતાએ એવું આકર્ષક બન્યું છે કે કોઈ પણ ભાષાશાસ્ત્રીને ગૌરવ અપાવે તેવું કહી શકાય. તેમનાં શાળપયોગી ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન અને “ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર' અનુક્રમે માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસક્રમ માટેનાં ઉપયોગી પાઠય પુસ્તક છે. કૃતિઓ તિનું નામ પ્રકાર રચના- પ્રકારન– પ્રકાશક મૌલિક સાલ સાલ સંપાદન કે અનુવાદ ? ૧. તિબંધગુચ્છ નિબંધસંગ્રહ ૧૯૩૫ ૧૯૩૬ એસ.બી. શાહની મૌલિક (પાઠયપુસ્તકો કું., અમદાવાદ બીજી આવૃતિ ૧૯૩૮ ૨. “ ગુજરાતી વ્યાકરણ (પાડય ૧૩૯ ૧૯૩૯ કરસનદાસ નારણ- , , ભાષાનું વ્યાકરણ પુસ્તક) (આઠ આવૃ- દાસ એન્ડ સન્સ, અને શુદ્ધ લેખન ત્તિઓ થઇ છે) સૂરત
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy