________________
કાન્તિલાલ ખળદેવરામ વ્યાસ
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમને જન્મ . ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં તા. ૨૧-૧૧-૧૯૧૦ ના રાજ થયા હતા. તે જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનુ નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ. ૧૯૨૭ છે.
પિતા કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેકટર હોવાથી તેમને પ્રાથમિક અને માધ્યમિક કેળવણી અનુક્રમે ડાકાર, કપડવંજ, નડિયાદ અને વિરમગામની જુદી જુદી શાળાઓમાં મળેલી. ઈ. સ. ૧૯૬૬ માં મેટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણનાં પહેલાં એ વર્ષાના અભ્યાસ તેમણે ગુજરાત કૅૉલેજમાં, ખી. એ. ને એલ્ફિન્સ્ટનમાં અને એમ. એ. ને સુરતની એમ. ટી. બી. કૅલેજમાં કરેલે. અભ્યાસકાળ દરમિયાન તેમની કારકિર્દી એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ગણાઈ હતી, એમ તેમને વિદ્યાર્થીકાળ દરમિયાન મળેલ અનેક ઇનામેા અને શિષ્યવૃત્તિએ ઉપરથી સમજાય છે.
ઇન્ટરમાં હતા ત્યારે ગુજરાતીમાં ‘અસ્પૃશ્યતા’ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સર્વોત્તમ નિબંધ લખવા માટે એમને એન. એમ. પરમાનંદ પારિતાષિક મળેલું. ઈ. સ. ૧૯૩૩ માં એમ. એમાં ગુજરાતીના વિષયમાં યુનિવર્સિટીમાં તે પ્રથમ આવેલા. ઇ. સ. ૧૯૩૧ માં મધ્યમ વર્ગમાં એકારી ’ એ વિષય ઉપર શ્રેષ્ઠ નિબંધ લખીને પુનઃ તેમણે એન. એમ. પરમાનદ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ઇ. સ. ૧૯૩૮ માં સમાજશાસ્ત્ર વિષે મહાનિબંધ લખીને તેમણે એમ. એ. ની પરીક્ષા બીજી વખત પસાર કરી. ઇ. સ. ૧૯૩૯ માં ‘Life in Harsh's India' એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખીને યુનિવર્સિટીના વિશ્વનાથ માંડલિક સુવર્ણ ચંદ્રક તેમણે જીતેલા. ઇ. સ. ૧૯૪૪ માં ‘Vikramaditya: A Historical Study'—એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખ્યા બદલ તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સુવર્ણ ચંદ્રક એનાયત થયેલેા. ઇ. સ. ૧૯૪૫ માં *Asoka: A Historical Study’~એ વિષય ઉપર ગ્રંથ તૈયાર કરવા માટે ભારતીય વિદ્યાભવન તરફથી પણ સુવર્ણ ચંદ્રક તેમને પ્રાપ્ત થયા હતા. ઇ. સ. ૧૯૪૮ માં લડનની રૉયલ એશિયાટિક મેસાયટી ' નામની સંસ્થાના ફેલો તરીકે તેમની વરણી થઈ છે, અને તેમની વિદ્વત્તાની સુયોગ્ય કદર કરવામાં આવી છે. એ વિશિષ્ટ બહુમાન મેળવનાર કે. વ્યાસ પહેલા જ ગુજરાતી છે.