SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અથ અને ચંપાર ૫.૧૦ સહિત પ્રગટ થયું. ઈ. સ. ૧૯૪૪માં “જનમટીપ'ની બીજી આવૃત્તિ સ્વ. મેધાણીની જોરદાર પ્રશંસા સાથે બહાર પડી. ઈ. સ. ૧૯૪૪માં લેખક છ વરસનું શિક્ષકજીવન છોડી આણંદના આર્યપ્રકાશ' સાપ્તાહિકમાં જોડાયા. ત્યારબાદ “પાટીદાર' માસિકના તંત્રી સ્વ. નરસિંહભાઈ પટેલ નિવૃત્ત થતાં તેનું તંત્રીપદ તેમણે સંભાળ્યું. તાજેતરમાં “રેખા' માસિકનું સંપાદન પણ તેમણે શ્રી. જયંતી દલાલ પાસેથી સંભાળી લીધું છે. તેમને સામાજિક વિષયમાં અને ગામડાંની જનતામાં ઊંડે રસ છે. સમાજનાં સર્વ પાસાને જાતે અવલોકી ગામડાના વિવિધ જીવનપ્રવાહનું નિરીક્ષણ કરી તેમાં વસતાં માનવીઓનું યથાર્થ દર્શન નવલકથાઓ ને નવલિકાઓ દ્વારા તેઓ કરાવે છે. કેમકે આખરે માનવીએ માનવીને જ ઓળખવાને છે અને માનવનું જીવન સમાજ સાથે જડાએલું છે. તેમના પ્રિય વાર્તાલેખકે શરદચંદ્ર અને રમણલાલ છે. વાર્તા તેમને મનગમતે સાહિત્યપ્રકાર છે. ૨. પિટલીકર પાસે ગ્રામજીવનની અનોખી શૈલી અને દૃષ્ટિ છે. ચરોતરમાં ઉછેર અને કાનમ તથા વાકળમાં નેકરી, એમ ગામડાંની ધૂળમાં તે રખડેલા છે તેથી તેમનાં પુસ્તકમાં રામધરતી અને તેની ઉપર ખેલતાં, આથડતાં, સરળ અને ભેળું તેમજ લાગણીધેલું અને શુદ્ર જીવન જીવતાં ખેડૂત, પાટીદાર, શાહુકાર, અને વિવિધ વસવાયા કેમેન લેકેના સ્વભાવ, રિવાજ ને વૃત્તિઓનું અછું નિરૂપણ ચિત્ર જોવા મળે છે. વિશેષ કરીને તેમની “જનમટીપ' નવલકથા કુશળ પાત્રચિત્રણ, સુદઢ વસ્તુગૂંફન, ગ્રામજીવનની સચોટ બેલી અને વાતાવરણનાં તાદશ ચિત્રણે વડે છેલ્લાં પાંચ વર્ષની નવલેમાં ઊંચું સ્થાન મેળવી લે છે. તાજેતરમાં બહાર પડેલ કાશીનું કરવત’ તેમની વાર્તાકળાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. લેખક શહેરી જીવન કરતાં ગ્રામજીવનના ઊંડા ભાવે અને રહસ્યોને પ્રગટ કરતી વાર્તાઓ વ્યા૫ક ભૂમિકા ઉપર જરા કડક કલાધોરણે વધુ ને વધુ પ્રમાણમાં રચતા રહીને ગુજરાતના પ્રથમ પંક્તિના વાર્તાકારોમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરશે, એવી આશા હાલ તેમની સર્જનપ્રવૃત્તિ જતાં અવશ્ય બંધાય છે. કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન – પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ કે અનુવાદ છે ૧.ગ્રામચિત્રો ખાચિત્ર ૧૯૪૩ ૧૯૪૪ ગોરધનભાઈ મુ. મલિક પટેલ, આણંદ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy