SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ સાહિત્યના ક્ષેત્રમાં જાણીતું નામ ઈશ્વર પેટલીકર જાતે લેઉઆ પાટીદાર. વતન પલાદ તાલુકાનું પેટલી ગામ. જન્મ વતનમાં તા. ૯-૫૧૯૧૬ના રેજ. પિતાનું નામ મોતીભાઈ જીજીભાઈ માતાનું નામ બાબહેને. પત્નીનું નામ કાશીબહેન. લગ્નસાલ ૧૯૩૩. પ્રાથમિક કેળવણી પેટલી અને મલાતજ ગામોની શાળામાં લીધી. માધ્યમિક શિક્ષણ મલાતજની એ. વી. સલમાં તેમજ સોજિત્રા હાઈસ્કૂલમાં પ્રાપ્ત કરીને ઈ. સ. ૧૯૩૫ માં તેઓ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ તેઓ વડોદરાની પુરુષ–અધ્યાપન-પાઠશાળાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરીને ઈ. સ. ૧૯૩૮માં “ઉત્તમ પદ' (સિનિયર) થયા. : કુટુંબ, ગામ કે નિશાળનું વાતાવરણ તેમને સાહિત્યક્ષેત્રે ખેંચે તેવું , ન હતું. તેમની પોતાની પણ અભ્યાસકાળ દરમિયાન સાહિત્ય તરફ અભિરુચિ ન હતી. ઊલટું, વાચનની શરૂઆત “કાળરાત્રિનું ખૂની ખંજર’ અને “તરણ તપસ્વિની' જેવાં ઉટંગ પુસ્તકથી તેમણે કરી હતી. પરંતુ સદ્દભાગ્યે હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણના અભ્યાસકાળે શ્રી. રમણલાલ દેસાઈની નવલકથાઓના વાચનથી તેમના જેવી વાર્તાઓ લખવાની લેખકને વૃત્તિ જન્મી. અભ્યાસ પૂરો કર્યા બાદ પાદરા અને કરજણ તાલુકાનાં અઠવાડિયામાં બે જ દિવસ ટપાલ આવી શકે તેવાં નાનાં ગામડાંમાં તેમણે શિક્ષકજીવન શરૂ કર્યું. એવાં પ્રતિકૂળ સ્થળો ને સંજોગોમાં પણ લેખક થવાની વૃત્તિ તેમનામાં વધતી જતી હતી. ' એ વૃત્તિને સંતોષવા શરૂઆતમાં તેમણે “પાટીદાર' માસિકમાં ટૂંકી નવલિકાઓ લખવાના અખતરા શરૂ કર્યા. ત્યારબાદ બીજાં સામયિકોએ પણ તેમની વાર્તાઓ સ્વીકારી. એ નિમિત્તે “પ્રજાબંધુ' દ્વારા શ્રી. ચુનીલાલ શાહને પરિચય થતાં તેમના પ્રોત્સાહનથી લેખકને આત્મશ્રદ્ધા જન્મી. પહેલવહેલી નવલકથા “જનમટીપ' તેમણે પ્રજાબંધુ'માં કકડે કકડે આપી, " જે છપાતાં જ ખૂબ વખણાઈ. આની અગાઉ ૧૨૮ પાનાંની એક લાંબી વાર્તા “કપટીનાં કારસ્તાન” તેમણે એકી બેઠકે લખી રાખેલી: પણ એ વાર્તા “કઈ જાતના સત્ત્વ વગરની હોવાથી' શરૂઆતમાં તેને છપાવતાં તેમની હિંમત ચાલેલી નહિ. “જનમટીપ' છપાતી જતી હતી તે અરસામાં જ લેખકનું પહેલું પુસ્તક “ગ્રામચિત્રો' શ્રી રા. વિ. પાકની પ્રસ્તાવના - ૨
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy