________________
અમલાલ કશનજી વશી
કે. વશીના નામે ઓળખાતા આ લેખકને જન્મ તા. ૨૩-૧૧-૧૯૦૪ના રાજ સુરત જિલ્લામાં તેમના વતન તલંગપુરમાં થયેલા. તે જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ કશનજી મેાહનભાઈ વશી અને માતાનું નામ ઈચ્છાબેન છે. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૩૨માં સૌ. શાન્તાબેન સાથે થયું છે.
તેમણે પ્રાથમિક કેળવણી વતનની શાળામાં, માધ્યમિક સુરતની સરકારી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ કેળવણી મુંબઈની ખેતીવાડી, કૉલેજમાં લીધી હતી. મેટ્રિકમાં ગુજરાતીના વિષયમાં તેમણે વિશિષ્ટ ગુણવત્તા પ્રાપ્ત કરી હતી. કૉલેજમાં ત્રણ વર્ષ લગી સરકારી છાત્રવૃત્તિ પણ મેળવી હતી. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૮માં બી. એજી.ની પદવી ખીજા વર્ગમાં પ્રાપ્ત કરીને કેટલાક સમય તેમણે ‘ ખેતીવાડી' તેમજ ‘ ખેતી, ખેડૂત અને સહકાર ' એ સામયિકાનું સંચાલન કરેલું. હાલમાં તે પૂનાની વાડિયા કૉલેજમાં ગુજરાતી સાહિત્યના માના` અધ્યાપકનું અને લેડી ઠાકરશીના ખાનગી મંત્રી તરીકેનું કામ બજાવી રહ્યા છે.
કવિ ન્હાનાલાલે અને નવલકથાકાર મુનશીએ તેમના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડયું છે. શરૂઆતમાં ‘વિપ્રદાસ ' અને ‘ઉષા ' જેવી રસિકમનેાહર કૃતિઓના સંસ્કારથી પ્રેરાઇને સ્વતંત્ર વાર્તાલેખનની પ્રવૃત્તિ તેમણે આર ભેલી; પરંતુ જ્ઞાતિ અને સામાજિક વિષયેા પરનાં ચર્ચાત્મક લખાણા અને પરપ્રાંતીય ભાષાનાં વાર્તા-નાટકાના અનુવાદો જ આજ લગી એમની પ્રિય લેખનપ્રવૃત્તિ બની રહેલ છે. એમની પ્રથમ મૌલિક વાર્તા ‘ ઉષા ’· અનાવિલ હિતેચ્છુ' નામના સામયિકમાં ઇ. સ. ૧૯૨૧માં પ્રગટ થયેલી. મરાઠી લેખક શ્રી. ખાંડેકરની વાર્તાઓનું સૌથી પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર શ્રી. વશી છે.
'
<
સાહિત્યમાં એમને નવલિકાનું સ્વરૂપ પ્રિય છે. એમના જીવનઉદ્દેશ શક્ય તેટલી સમાજસેવા અને પૂનામાં વસતા ગુજરાતી બંધુઓની કેળવણી માટે પ્રયત્ન કરી છૂટવાના' છે. હાલ પૂનાના · બંધુસમાજ 'ના તેઓ અગ્રગણ્ય કાર્યકર છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિએ દ્વારા ત્યાંના ગુજરાતી સમાજની સારી સેવા બજાવી રહ્યા છે.