SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વેણીલાલ છગનલાલ બૂચ સ્વ. વેણીભાઈ જામનગરના નાગર કુટુંબમાં ઈસ. ૧૮૯૯માં જમ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા પછી ૧૯૧૬ ના અરસામાં તેઓ મુંબઈની વિલ્સન કેલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી ૧૯૨૦ના અરસામાં તેઓ રસાયણશાસ્ત્ર વિષય લઈને બી. એ. પાસ થયા. બરાબર એ જ વખતે ગાંધીજીએ દેશમાં અસહકારની લડત શરૂ કરી હતી. સ્વામી આનંદના સંસર્ગમાં આવતાં વેણુભાઈને પણ દેશસેવાની લગની લાગી. તેમણે તરત જ અસહકારની લડતમાં ઝંપલાવ્યું. સેવા અને સ્વાર્પણના રંગે તેમનું જીવન રંગાવા લાગ્યું. ગાંધીવાદી લેકસેવકને માટે પહેલી શરત બ્રહ્મચર્યની હતી. “સ્વજનવિહેણું વેણીભાઈએ સારે ઠેકાણે થયેલ સગપણનું એક માત્ર જાળું તેડી નાખીને સમસ્ત દેશને સ્વજન બનાવી નિર્વ્યાજ સેવાકાર્ય સ્વીકાર્યું. તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા. ઓછામાં ઓછું વેતન લઈને વધુમાં વધુ કામ આપવાની તેમની ભાવના હતી. આથી તેમનું જીવન “અણીશુદ્ધ અપરિગ્રહી ” રહ્યું હતું. ૧૯૨૦-૨૧ નાં વર્ષોમાં “નવજીવન' સંસ્થાનાં મંડાણ થતાં હતાં તે વખતે સ્વામી આનંદે મુંબઈ યુનિવર્સિટીના આ ભાવનાશાળી ગ્રેજ્યુએટને પત્ર પ્રકાશનની તાલીમ આપીને ‘નવજીવન'ના મુદ્રક-પ્રકાશક અને સંચાલકની જવાબદારી સોંપી હતી. એકાદ વર્ષ એ કામ કર્યા પછી વેણીભાઈ ભાવનગરની દક્ષિણમૂર્તિ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી તેમણે સૌરાષ્ટ્રના જાહેર સેવાક્ષેત્રમાં પ્રવેશ કર્યો. કાઠ્યિાવાડ યુવક પરિષદ, રાજકીય પરિષદ અને સૌરાષ્ટ્ર સેવા સમિતિમાં સન્નિઈ, મૂક સેવક તરીકે તેમણે અનેખી ભાત પાડી હતી. ૧૯૩૦ ની લડત પછી તેઓ વિરમગામને પિતાના સેવાક્ષેત્ર તરીકે સ્વીકારીને ત્યાં જ સ્થાયી થયા. વિરમગામ તાલુકા સમિતિના મંત્રી તરીકે તેમણે સતત પંદર વર્ષ સુધી ઊંચી ધ્યેયનિષ્ઠા ને નિઃસ્વાર્થ ભાવનાથી લોકસેવા બજાવીને ઉત્તમ છાપ પાડી હતી. તેમણે શ્રી જવાહરલાલ નેહરુના “Glimpses of the world History'ના મોટા ભાગનું તવારીખની તેજછાયા' નામે ભાષાંતર કર્યું હતું, જે પહેલાં સૈારાષ્ટ્ર કાર્યાલય દ્વારા ચાર નાની નાની પુસ્તિકાઓ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy