________________
થા-પિતાવલિ આગ્રહ–એટલા સુધારા કરી શકી હતી. મરણ પામેલ વ્યક્તિની પાછળ આખી ન્યાત જમાડવાને બદલે બાવન બ્રાહ્મણ જમાડવાની રૂઢિ મણિશંકરે પાડી હતી તેથી એમને “મણિશંકર બાવનિયા'નું ઉપનામ લેક તરફથી મળ્યું હતું. મહીપતરામના વિદેશગમનના પગલાને તેમણે ટકે આ હતે. આમ, અનેક બાબતોમાં ગુજરાતી સુધારકેની સાથે મણિશંકરે કદમ મિલાવ્યા હતા. નર્મદ, કરસનદાસ, નવલરામ, ભેળાનાથ સારાભાઈ વગેરે તેમને સૌરાષ્ટ્રના અગ્રિમ સુધારક અને કેળવણીકાર તરીકે માન આપતા હતા. સૂરત-મુંબઈના સુધારકોની માફક તેમણે “દેશસુધારા” વિશે ભાષણ પણ આપ્યાં હતાં.
તેમ છતાં તેમના સમકાલીન ગુજરાતી “સુધારાના કરતાં મણિશંકરને “સુધારો' જુદા તરી આવે છે. ગુજરાતને સુધારો મુખ્યત્વે ઉછેદક હોવાથી લેકેની શંકાને વિષય થઈ પડ્યો હતે. મણિશંકરે પ્રધેલ સુધારે આરંભથી જ સંરક્ષક હતો. લોકશ્રદ્ધાની અવગણના કર્યા વિના સમાજસુધારાને ઉપદેશ કરવામાં તેઓ માનતા હતા. તેમણે ધર્મના પાયા પર સુધારાની માંગણી કરી હતી. કોઈ પણ રૂઢિ તેડતાં પહેલાં તેઓ તેના ઉદ્દેશને ધર્મ શાસ્ત્રની કસોટીએ કસી જતા હતા. મંત્રજંત્ર તેમજ વિવિધ સામાજિક પ્રણાલિકાઓની શાસ્ત્રાદેશ દ્વારા કરોટી કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતે. વેદધર્મને તે પ્રમાણભૂત ગણતા હતા, પરંતુ મૂર્તિપૂજાને નિષેધ તેમને માન્ય નહે. આને અંગે તેમને સ્વામી દયાનંદ સરસ્વતી સાથે પત્રવ્યવહાર દ્વારા લાંબે વિવાદ થયો હતો. તેવી જ ચર્ચા ભેળાનાથ સારાભાઈ સાથે તેમને વિધવાવિવાહ વિશે થઈ હતી. ટૂંકમાં, મણિલાલ નભુભાઈની . માફક મણિશંકરની સુધારક દષ્ટિ સંરક્ષક અને ધર્મમૂલક હતી એમ કહી શકાય.
- નવલરામ લક્ષ્મીરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, પ્રાણલાલ મથુરાંદાસ અને હરગોવિંદદાસ કાંટાવાળાની પડખે રહીને મણિશંકરે સૌરાષ્ટ્રમાં શિક્ષણ-પ્રસારનું કાર્ય કર્યું હતું. ધાર્મિક, માનસિક અને શારીરિક એમ ત્રણે પ્રકારની કેળવણીની તેઓ હિમાયત કરતા. ધર્મજ્ઞાન અર્થે સંસ્કૃત, વ્યવહાર અર્થે ગુજરાતી અને ઉન્નતિ માટે અંગ્રેજી ભાષા-સાહિત્યના અભ્યાસની જરૂર તેઓ બતાવતા.
અમદાવાદમાં “બુદ્ધિપ્રકાશ'' રીતસર ચાલતું થયું તે પછી થોડે વખતે-ઈ. સ ૧૮૬૪ માં–મણિશંકરે જૂનાગઢમાં “જ્ઞાનગ્રાહક સભા'.
૧૨