________________
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
ત્યારે સામાન્ય વિષયાને રસનું વાહન બનાવવા તરફની વધતી જતી રૂઢિ, ઊર્મિ ક કલ્પના કરતાં સ્થૂળ વિગતા અને વસ્તુનું ચિત્રણ કરવાના શાખ, કૃતિના અંતરંગ કરતાં તેની બાહ્ય આકૃતિ સાધવા તરફ વધુ લક્ષ, જીવનની સપાટી ઉપરનાજ ભાવાને તાકવાની વૃત્તિ, ભાષાની તે વાણીની છટા તથા શૈલીનું વૈવિધ્ય બતાવવામાં દેખાતા રસ, ષાત્રા અને પ્રસંગાનું મનેવૈજ્ઞાનિક પદ્ધતિથી થતુ આલેખન અને મનરંજન કરવાના જ મુખ્ય હેતુ આ દાયકાના સર્જનાત્મક સાહિત્યનાં વ્યાવક લક્ષણા છે. પ્રાચીન પરાક્રમશીલ સંસ્કૃતિની કથાઓના ગૌરવગાનથી વીર તે અદ્દભુત રસ પીરસવાના તેમજ ગુનેગારા, બહારવટિયાઓ અને ઉપેક્ષિતામાં માણસાઈના દીવા પ્રગટાવનારી ભાવનાના આલેખનના પ્રયત્ના કચિત્ તેમાં નજરે ચડે છે, તેમ છતાં મુખ્યત્વે કરીને
આ દાયકાના લેખકૈાએ જીવનની કાઈ સ્થિર અને ઉદાત્ત ભાવનાનું મંગલ દન કરાવવા કરતાં વતમાનનાં અનેકરંગી વાસ્તવચિત્રા આલેખવાનું જ ધાયુ” હોય એમ લાગે છે. આમ જીવનની ઊ'ડી ઝંખના અને નિરાશા— એમ પરસ્પર વિરેાધી ભાવાના પ્રબળ ધક્કા રૂપેજ આ દાયકાની સાહિત્ય
સરિતા વહી રહી છે.
પણ આ તા થઈ લિત સાહિત્યની વાત. લલિત સાહિત્ય તેના સંગીન સ્વરૂપમાં વિપુલ પ્રમાણમાં જન્મે તે પહેલાં પ્રજાની જીવનદૃષ્ટિને સારે, તેને શક્તિશાળી બનાવે, તેનામાં અમુક વિચારાનું સ્થાયી વાતાવરણ દૃઢ બનાવે તેવા ચિંતન-સાહિત્યની એટલે વિચારકાની વાણી અને પ્રવૃત્તિની ખાસ આવશ્યકતા રહે છે. સકાના ધડતરમાં તેના યુગવિચારા, તેના આધાત-પ્રત્યાધાત અને આંદોલનેાના તથા વાતાવરણુશક્તિના ઘણા મોટા ફાળા રહે છે. રવીન્દ્રનાથને ધડવામાં બ્રાહ્મ સમાજને પરાક્ષ ફાળા નાનેાસના ન કહેવાય. ગેાવનરામ કે ન્હાનાલાલના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવામાં પશ્ચિમી સંસ્કૃતિને પ્રત્યાધાત ખુલંદ છે. એ જ પ્રમાણે હાલના ગુજરાતમાં પણ જ્યારે ચંચલ લેાલક જેવા વિચારાના ગડગડાટ શમી જશે, એક સ્થિર પ્રકાશવાળી દૃષ્ટિ, વિચાર અને વાતાવરણનું આકાશ જામશે, ત્યારે જ સર્જનાત્મક સાહિત્યચેતનવંતું અને ખરા અર્થમાં સમૃદ્ધ બનશે.
લલિતેતર સાહિત્યમાં આ દાયકે સારુ જોમ આવ્યું છે. ચરિત્રપુસ્તકા અને ચિંતનલેખેાના સંગ્રહા સારા પ્રમાણમાં પ્રકાશન પામ્યા છે. તેમાં