________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત વળ્યા છે. જોકપ્રિય જ તેમને મુદ્રાલેખ હોય એમ તેમની કૃતિઓ વાંચતાં શંકા જાય છે. એ જ વિદ્વદ્દગ્ય કરતાં લોકભોગ્ય સાહિત્યનું પ્રકાશન ગયા કરતાં આ દાયકે વધારે થતું રહ્યું છે એમ કહી શકાય.
ગયા દાયકા કરતાં આ દાયકે આપણું સાહિત્યમાં પશ્ચિમના વીસમી સદીના સાહિત્યની અસર પણ વધુ વરતાય છે. કૃતિના સ્વરૂપ અને રચનાવિધાન પરત્વે, વિષયની વિધવિધ નિરૂપણપદ્ધતિઓ અને રીતિઓ દાખવવામાં, વસ્તુનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સાધી બતાવવામાં તથા જાતીય કામનાઓનું પૃથક્કરણ કરી તેમને રસવિષય બનાવવામાં આધુનિકે આ સદીના પશ્ચિમી લેખકોને સારી પેઠે અનુસરે છે.
આ દાયકાના કેટલાક લેખકે ગામડામાંથી આવ્યા છે. તેમનું લેખન સ્વાનુભૂત ગ્રામજીવનના જીવંત રસથી પોષાય છે. ચાહીને તેઓ માણેલી ગ્રામસૃષ્ટિની સુંદરતા-અસુંદરતાએાનું નિરૂપણ કરવા તરફ ઢળ્યા છે. આગલા દાયકાની “સેરઠ તારાં વહેતાં પાણી', “સાપના ભારા” કે “વળામણું' જેવી કૃતિઓએ મેળવેલી સફળતાથી ઉત્તેજાયા હોય તેમ, પન્નાલાલ, પિટલીકર, મડિયા, પીતાંબર પટેલ, દુર્ગેશ શુક્લ, ચંદરવાકર, પ્રેમશંકર ભટ્ટ, જશભાઈ પટેલ આદિ લેખકેએ આ દાયકે ગ્રામધરતી અને સમાજના તળપદા રંગોને તેમની કૃતિઓમાં વધુ પ્રમાણમાં ઉઠાવ આપે છે.
આ દાયકાના સાહિત્યમાં ઉલ્લાસ અને પ્રસન્નતા કરતાં દુઃખ, વિષાદ અને કટુતાનાં તો વધુ ગોચર અને પ્રતીતિકર બને છે. સર્જક-માનસ શ્રદ્ધા અને શ્રેયની ઝંખના વ્યક્ત નથી કરતું એમ નહિ, પણ એની અભિવ્યક્તિ બુદ્ધિપૂર્વક કે સભાનતાથી થતી હોય એમ જણાય છે; જયારે જિવાતા જીવનની વિષમતાની અને વર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓની તેની ઝાંખી સચોટ અને તીવ્ર હોવાથી તેમાં તેની ખરી વ્યાકુળતા અને સંવેદનાનાં દર્શન થાય છે. સમગ્ર પ્રજાના જીવનમાં લેખકને વેદનાના જ • સૂરે સંભળાતા હોવાથી આમ બનવું સ્વાભાવિક છે. ભારતીય પ્રજામાં આળસ, ગરીબી, વિલાસી વૃત્તિ, ઉપરના ચળકાટને મોહ, સ્વાર્થલાલુપતા દંભ અને નીતિભ્રંશ ગયા દાયકા દરમિયાન કૂલતાં ગયાં છે; બીજી તરફ, તેના સામુદાયિક જીવનમાંથી ઉત્સ, આનંદે અને જીવનપોષક અદલનને દેશવટો મળ્યો જણાય છે. પછી સાહિત્યમાં જીવનની પશુતા, મલિનતા, ઝંઝાવાત અને માનસિક યાતનાઓનાં ચિત્રો વિપુલ પ્રમાણમાં જોવા મળે એમાં કશું દુઃખ કે આશ્ચર્ય નથી; એમાં ખુદ જિવાતું જીવન જ કારણભૂત છે.