SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ થથકા-ચરિતાવિલ અંગ્રેજી આવૃત્તિ ઈ: સ. ૧૮૫૬માં લં'ડન ખાતે રિચર્ડસન બ્રધસ' તરફથી બહાર પડી. આમ ગુજરાતને ઇતિહાસ સૌથી પ્રથમ એક અગ્રેજ પાસેથી મળે છે. જેમ ગ્રાંટ ડફે મહારાષ્ટ્રને ઇતિહાસ લખ્યા અને કર્નલ ટોડે રાજસ્થાનને લખ્યા તેમ ફૅમ્સે ગુજરાતને ઇતિહાસ લખ્યા છે. ગુજરાતની ભૂતકાલીન મહત્તાનેા પુનરુદ્ધાર કરવાના સ્તુત્ય ઇરાદાથી પ્રેરાઈને આ પુસ્તક તૈયાર કરવામાં ઑબ્સતે કવિ દલપતરામતી માટી સહાય હતી. ઈ. સ. ૧૮૫૬ ના નવેમ્બરમાં ફૅમ્સ` પાછા હિ'દ આવ્યા. ૧૮૫૭ની ક્રાન્તિ વિશે અનેક વિદેશી લેખકા અને અમલદારાએ હિન્દી પ્રજા પર એ વખતે ઝનૂનમાં આવીને સખત ટીકાપ્રહારેા કર્યા હતા, ત્યારે ફોર્બ્સ ન્યાયપક્ષ પકડીને તે વિશે લખતા હતા. સર જ્હૉન માલકેામના જીવનચરિત્ર પર વિવેચન કરતાં તેમણે બ્રિટિશ સરકારની એકપક્ષી નીતિની ટીકા કરતાં નીચે પ્રમાણે કહ્યું હતું: ન્યાય કરવામાં કિંચિત્ પણ પક્ષપાત કર્યાંથી આપણા વિશ્વાસ ઉપર જેટલા ધક્કો, અને તેને જે પરિણામ થાય, તે પચાશેક આખા પ્રાન્તા હાથમાંથી જાય, તેના કરતાં પણ વિશેષ હાનિકારક છે એવું માલ્કામ માનતા. અરે ! આપણી જ પ્રજા સાથેના અને બીજા માંડલિક રાજા સાથેના, આપણા કરારના અર્થ કરવામાં, બ્રિટિશ સરકાર અને તેના કાર્યભારીએ કેટલેા બધા પક્ષ કરે છે. ” ‘આઉડ’ (અયેાજ્યા) નામના ખીજા અંગ્રેજી લેખમાં તેમણે રાજાપ્રજાને હિતકારક ઉત્તમ વિચારા આપેલા છે. આ બન્ને લેખા ૧૮૫૭-૧૮૫૮માં ‘ાએ ક્વાલી રિવ્યૂ'માં પ્રસિદ્ધ થયા હતા. મહારાણીના ઢંઢેરા મુજબ વચન પાળવામાં આવે તે બ્રિટિશ સરકારની સામે હિંદી પ્રજાને મળવા કરવાનું કાઇ કારણ ન રહે એમ ફૉર્બ્સ'નું દૃઢ મતવ્ય હતું. kr ઈ. સ. ૧૮૬૨ ના એપ્રિલની ૧૨ મી તારીખે ફોર્બ્સની મુંબઈની હાઈ ક્રાટના ન્યાયમૂર્તિ તરીકે કામચલાઉ નિમણૂક થઈ. અહીં તેમણે મુદ્ધિબળ તથા ઊડી ન્યાયષ્ટિને સારા પરિચય કરાવ્યા. ૧૮૬૪ માં તે મુંબઈની રોયલ એશિયાટિક સેાસાયટીના ઉપપ્રમુખ તરીકે ચુંટાયા. તે જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીના કુલનાયક ( Vice-chancellor) તરીકે પણુ સરકારે ફોર્બ્સને નીમ્યા હતા. મુબઈની સર જે. જે. સ્કૂલ આફ્ આના અધ્યક્ષ (Dean) તરીકે પણ તે આ વખતે કામ કરતા હતા. ૧. મનઃસુખરામ ત્રિપાઠીએ મૂળ અંગ્રેજીનું આ પ્રમાણે ભાષાંતર કર્યું છે. (જુઓ 'ફાસ જીવન ચરિત્ર', બીજી આવૃત્તિ, ૫૦ ૨૭)
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy