SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને થથકાર : ૧૦ એ ભંડારમાંના ગ્રંથે જોયા. તે પૈકી “દયાશ્રયની ફેન્સે નકલ કરાવી લીધી. ઉપરાંત વડેદરા, અમદાવાદ અને ખંભાતના ગ્રંથભંડારો પણ તેમણે જોયા હતા. તેમાંથી મુખ્યત્વે ઈતિહાસ-ગ્રંથને તેમણે સંચય કર્યો હતો, જેમાં પ્રબંધચિંતામણિ', “ભેજપ્રબંધ', દયાશ્રય”, “પૃથુરાજ રાસ' “કુમારપાલ રાસ”, “રત્નમાલા, પ્રવીણસાગર', જગદેવ પરમાર', બાબીવિલાસ, શ્રી પાલ રાસ', કેસર રાસ” અને “હમીરપ્રબંધ' મુખ્ય હતા. પગે ચાલીને પ્રવાસ કરવાને ફર્મ્સને ઘણો શોખ હતો. પ્રવાસમાં તેઓ લાકડી, પિસ્તોલ, નકશે અને નાણાંની કોથળી સાથે રાખતા. માર્ગમાં મળતા વટેમાર્ગુઓને ઊભા રાખીને તેઓ તેમનાં સુખદુઃખની વાતે પૂછતા તથા સરકાર વિશેને લોકોને અભિપ્રાય જાણતા; કઈ અનાથ દરિદ્રી હેય તે તેને પૈસા આપીને સહાય પણ કરતા.૨ ઈ. સ. ૧૮૫૨ માં ફેબ્સની પ્રેરણાથી ઈડરના રાણુ યુવતસિંહજીએ ઈડરમાં કવિસંમેલન ભર્યું. કવિતા સાંભળીને યોગ્યતા પ્રમાણે દરેક કવિને ફોર્બ્સ માનવસ્ત્ર આપ્યો અને કહ્યું કે “ હું તમને તમારા ગુણ પ્રમાણે આપી શકતો નથી.” વિદ્યા અને કલાના ઉત્તેજન અર્થે ફર્સ એટલી છૂટથી પાર્જિત ધન વાપરતા કે મેટે પગાર હોવા છતાં તેમને વિલાયતથી પૈસા મંગાવવા પડતા. ઈ. સ. ૧૮૫૪ના માર્ચ માસની ૨૮ મીએ ફોર્મ્સ સ્વદેશ ગયા. ત્યાં રહીને તેમણે રાસમાળાની રચના કરી. લંડનના “ઇન્ડિયા હાઉસમાં ગુજરાતને લગતાં જે જે ખતપત્રો ઈત્યાદિ હતાં તે અતિશ્રમપૂર્વક વાંચી જઈને ફોર્બ્સ “રાસમાળા’નું પુસ્તક તૈયાર કર્યું. “રાસમાળા'ની પ્રથમ ૧. ફાર્બસ જીવન ચરિત્ર', પૃ. ૧૭ ૨. પ્રવાસ દરમિયાન કોઈવાર હાસ્યવિનેદના પ્રસંગ પણ બનતા. તેવો એક બનાવ ફાચરિત્રકાર મ. સૂ. ત્રિપાઠીએ નોંધ્યો છે. એક વખત પંચાસર પાશ્વ નાથમાં ફોર્મ્સ વનરાજની મૂર્તિ જેવા ગયા હતા. ત્યાં કઈ ભાટ તેમની કીતિ સાંભળીને એક પુસ્તક ભેટ કરવા આવ્યો અને બોલ્યો કેઃ “એ વાર ગાયકવાડને અમારા વધે એક જ સરસ પુસ્તક દેખાયું હતું તેથી સરકારે ખુશી થઈ એક ગામ બક્ષિસ આપ્યું છે. તે અંગ્રેજ તો મેહોટે રાજા છે, માટે અમને કોઈ વધારે આવ્યા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. તેમણે દલપતરામને હનુમાન નાટકમાંની હનુમાન અને ભક્તિ વચ્ચેની આ પ્રકારની વાતચીત સમાAવવાનું કહ્યું અને તે બોલ્યા કે “ સાઈ! તમને ગામ આપવાની મારી શક્તિ હેત તે હું જ ચાકરી શા વાસ્તે કરત!”
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy