SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર. ૧૦ ગુજરાતનાં પ્રાચીન સ્થળે અને શિલાલેખો જોઈને ગુજરાતનો ઇતિહાસ ઊકેલવાની તેમને ઈચ્છા થઈ આવી. મનઃસુખરામ ત્રિપાઠી કહે છે તેમ, કલા ઉપર વિદ્યાને પ્રકાશ પાડી તેને વાશ્મિની કરવાને તેમણે નિશ્ચય કર્યો.” એમણે ગુજરાતી ભાષા શીખવા માંડી. અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ પાસે તેઓ આરંભમાં ગુજરાતી શીખ્યા. પછી તે ગુજરાતી સાહિત્યના અભ્યાસની અભિરુચિ જાગી. એટલે ભોળાનાથ સારાભાઈની ભલામણથી ફોર્બ્સ કવિ દલપતરામને સને ૧૮૪૮ના નવેમ્બરમાં વઢવાણથી અમદાવાદ તેડાવ્યા. દલપતરામે તેમને - ગુજરાતી સાહિત્યની લગની લગાડી. ફોર્બ્સ ને દલપતરામ વચ્ચે જિંદગીભરની મિત્રતા બંધાઈ દલપતરામની સહાયથી ફેન્સે ગુજરાતકાઠિયાવાડને પ્રવાસ ખેડીને હસ્તલિખિત ગ્રંથની શોધ કરવા માંડી. ખૂણે ખાંચરે પડી રહેલા કવિઓને તેણે ઉત્તેજન આપવા માંડયું. એટલે ફેબ્સને ભજની ઉપમા મળી. ફેન્સને ગ્રંથસંગ્રહ કરવાનો પ્રયત્ન એ વખતે ગુજરાતમાં એટલે આગળ વધ્યો હતો કે દલપતરામે ઉધઈને ઉદ્દેશીને કવિતા કરી કે કુઠા પુસ્તક કાપિને, એનો ન કરીશ અસ્ત; ફરતો ફરતે ફારબસ, ગ્રાહક મળે ગૃહસ્થ.” ઈ. સ. ૧૮૪૮ના ડિસેંબરની ૨૬ મી તારીખે ફેન્સે ગુજરાત વર્નાકયુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી. તે . ઉદ્દેશ “ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષ કરે, ઉપયોગી જ્ઞાનને પ્રચાર કરો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.” આ ઉદ્દેશ અનુસાર ગુજરાતનું પહેલું સામયિક “વર્તમાનપત્ર’ ફેબ્સ શરૂ કર્યું. ગુજરાતની પહેલી લાઈબ્રેરી નેટિવ લાઈબ્રેરી પણ તેણે સ્થાપી અને જુના ગુજરાતી પુસ્તકની હાથપ્રતને સંગ્રહ કરવા માંડ્યો; શાળાઓની સ્થાપના કરી અને શાળપયોગી પુસ્તકનું પ્રકાશન કર્યું; ઈનામ આપીને નવાં પુસ્તકે લખાવ્યાં અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને અભ્યાસમાં ઉત્તેજન આપ્યું. ગુ. વ. સે. ની સ્થાપનામાં ફેન્સની સાથે કર્નલ કુલજેમ્સ, કર્નલ વોલેસ, વિલિયમ ફોસ્ટર, જે શીવર્ડ અને રેવરંડ પીટર આદિ યુરોપિયન ગૃહસ્થ જ હતા. છેક ૧૮૫૨ માં પહેલા દેશી ગૃહસ્થ આ મંડળમાં જોડાયા તે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ. ૧. ગુ. વ. સો. ને ઇ., વિ. ૧, ૫. ૯
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy