________________
એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ ગુજરાતી ભાષા અને પ્રજાને સાચા હિતૈષી તરીકે આજથી એક સદી પહેલાં સારી પેઠે પંકાયેલા આ અંગ્રેજ અમલદારને જન્મ ઈ. સ. ૧૮૨૧ ના જુલાઈ માસની ૭ મી તારીખે લંડનમાં થયું હતું. તેમના પિતાનું નામ મિ. જહોન ફેન્સ મિશલ હતું. વતન સ્કોટલેંડમાં આબરડીન પરગણું. ફોર્બ્સને પિતા તરફથી ઉમરાવ દિલ અને માતા તરફથી વિદ્યાપ્રીતિને વારસો મળ્યો હતો. તેમના પ્રારંભિક વિદ્યાભ્યાસની ખાસ માહિતી મળતી નથી, પરંતુ પહેલેથી તેમને ઉચ્ચ કલા અને વિદ્યા વિશે અનુરાગ હતું. આરંભમાં તેમને શિલ્પી બનવાની આકાંક્ષા હતી. તદનુસાર ઈંગ્લેડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. જ્યૉજ બાસ્કેવિની પાસે તેમણે આઠ માસ અભ્યાસ કર્યો હતો.
વીસ વર્ષની ઉમર થતાં ફેન્સે હિન્દી સનદી નેકરીમાં દાખલ થવાનું નક્કી કર્યું. તેને માટે તેમણે હેલીબરી પાઠશાળામાં અભ્યાસ કરવા માંડયો. આ વખતે કાં તો મિત્રવર્ગ તરફથી કે પછી પાઠશાળા તરફથી ફેબ્સને સર વિલિયમ જેન્સના બધા ગ્રંથે ભેટ મળ્યા હતા. ફેબ્સને એ ગ્રંથસમૂહ અત્યંત પ્રિય હતો. શેકસપિયર તેમને પ્રિય કવિ હતો. પિતાના લેખમાં શેકસપિયરનાં વચને ટાંકવાને તેમને શૈખ હતા.
મુંબઈ પ્રાંતની ૧૮૪૩ ના નવેમ્બરની ૧૫ મી તારીખે ફેન્સે સનદી નોકરીમાં જોડાવા સારુ મુંબઈ આવ્યા. આરંભમાં તેમને અહમદનગરમાં મૂક્યા. પછી બે જ માસમાં તેઓ હિન્દુસ્તાની ભાષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એટલે અહમદનગરમાં જ ત્રીજા આસિ. કલેકટર તરીકે તેઓ નિમાયા. તા. ૮ મી નવેમ્બર ૧૮૪૪ ના રોજ તેઓ ખાનદેશના બીજા આસિ. કલેકટર તરીકે નિમાયા. તા. ૬ ઠ્ઠી એપ્રિલ ૧૮૪૬ ના રોજ તેઓ મુંબઈની હાઈકોર્ટના એકિંટગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત થયા. તેને ત્રીજે જ દિવસે અમદાવાદના આસિ. જજને હોદ્દો ફોર્બ્સને મળ્યો.
ફેબ્સ વિદ્યા કલા ઉભયમાં કુશલ હતા. તેમને શિપને ખાસ શેખ હતું. ગુજરાતની સુંદર શિલ્પકૃતિઓ જોઈને ફોર્બ્સને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લેકના મહિમાનાં એ અવાચિક ચિહ્ન છે. આ ઉપરથી
૧. ગુ. વ. સો. ને ઇતિહાસ, વિ. 1, પૃ.