________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ આમ વંશપરંપરાને તેમને વ્યવસાય સૂરત–ભરૂચ જિલ્લાના સમુદ્રકિનારે મીઠાના અગર રાખીને મીઠું પકવવાને–દેસાઈગીરીને હતે; પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તે ધંધે લઈ લેતાં દેસાઈ કુટુંબના માણસો જુદા જુદા ધંધામાં પડ્યા.
સ્વ. ઇચછારામના પિતા સૂર્યરામને તેમનાં ફેઈ– કૂવાએ દત્તક લીધેલા. પણ તેમનાં ફૂવાનું નામ ચ દયારામ હોવાથી તેમને પિતાનું નામ ફેરવવું પડયું નહોતું. અંગ્રેજોનું રાજ્ય સ્થપાયા બાદ સુરતના વેપારઉદ્યોગ ભાંગી પડતાં સૂરજરામને જીવનનિર્વાહ અર્થે અંગ્રેજ સરકારના લશ્કરમાં રૂ. ૭ ના માસિક પગારે સિપાઈની નોકરી સ્વીકારવી પડી હતી. સાધારણ સિપાઈગીરીમાંથી તેઓ રિસાલદાર હોદ્દા સુધી પહોંચ્યા હતા, નોકરી દરમિયાન ઘણી લડાઈઓમાં તેમણે ભાગ લીધેલો. પહેલી અફઘાન લડાઈમાં અહમદશા દુરાની સામે લડવા સારુ તેઓ કાબૂલ સુધી ગયા હતા. તેમના શરીર પર ૧૫-૧૬ ઘા પડવ્યા હતા. તેઓ સારા નિશાનબાજ હતા. લશ્કરી નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે રૂ. ૪૬ નું માસિક પેન્શન તેમને બંધાયું હતું. તેઓ શરીરે ઊંચા, પાતળા અને મજબૂત સ્નાયુઓવાળા હતા તેઓ ફારસી-ઉર્દૂ સારી પેઠે જાણતા; અંગ્રેજી સારું બેલી શકતા પણ લખી જાણતા નહિ. તેમનું પ્રથમ લગ્ન ૩૧ વર્ષની ઉંમરે અને વિધુર થતાં બીજું લગ્ન ૫૧ વર્ષની ઉમરે થયેલું. ગરીબાઈને લીધે પલ્લું પાછું ન આપી શકાવાને લીધે તેમને સસરાએ પિતાની બીજી ૧૧ વર્ષની પુત્રી પ્રાણકુંવરને સૂર્યરામની વેરે પરણાવી! પ્રથમ વારનાં પત્નીથી સૂરજરામને એક પુત્ર નામે મંછારામ અને બે પુત્રીઓ, તથા બીજી વારનાં. પત્નીથી ઈચ્છારામ, આત્મારામ અને મગનલાલ એમ ત્રણ પુત્રો થયા હતા. તેમાં સૌથી મોટા ઈચ્છારામ.
- ઈચ્છારામ નવ વરસ સુધીમાં સૂરતના તુળજારામ અને ત્રિપુરાશંકરની ગામઠી શાળાઓમાં ભણીને અંગ્રેજી નિશાળ-મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે તેમનું લગ્ન મહીધરપુરાના મપારા મોતીરામ લલ્લુભાઈની દીકરી નાની ઉર્ફે દીવાળી (ઉ. વ. ૧૧)ની સાથે થયું. તે વખતે મિશન હાઈસ્કૂલના હેડમાસ્તર સ્વ. લલ્લુભાઈ કરસનદાસ હેવા છતાં ઈચ્છારામનું મન ગ્ય દેખરેખના અભાવથી અભ્યાસમાં એંટયું નહિ. યુક્લીડને એમને કંટાળે આવતા; એ સમય દરમિયાન શાળામાંથી નાસી જઈને તેઓ તાપી કિનારે રખડતા કે