SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સ્વ. ઈચ્છારામ જન્મ ઈ. સ. ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે (વિ. સં. ૧૯૦૯ ના શ્રાવણ સુદ ૬ને બુધવાર) તેમના વતન સૂરતમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ સૂરતી તળપદા દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક હતા. તેમના પિતાનું નામ સૂર્યરામ (સૂરજરામ) દારામ દેસાઈ અને માતાનું નામ પ્રાણુકુંવર હતું. તેમના એક પૂર્વજ નારણદાસ તાપીદાસે અકબર પાદશાહની ખેરખાહી બજાવેલી અને રાજા ટોડરમલને જમાબંદીના કામમાં મદદ કરેલી તેથી ઉત્તર વયમાં જ્યારે નારણદાસ પિતાના વતન સૂરત પાછા ફર્યા ત્યારે અકબરશાહે તેમને સૂરત અને ભરૂચ જિલ્લાનાં મુખ્ય અગરસ્થાને–પાળી , મરોલી, ગણદેવી, ઓરપાડ હાંસોટ, ચોરાશી અને મહાબળેશ્વર–એ ગામના મીઠાના અગર પર વેરે ઉઘરાવવાને વંશપરંપરાને હક આપ્યો હતો. આથી તેમની અટક નિમકસારી” પણ કહેવાતી. આ હક વંશપરંપરાગત આજે પણ તેમને વંશજો ભેગવે છે. ને એ વતનગીરીમાંથી આજે પણ આશરે રૂા. ૪૪૬ની વાર્ષિક આવક મેળવે છે. ૧. શ્રી નટવરલાલ ઈ. દેસાઈએ સૂરતમાં આપેલ વ્યાખ્યાનમાં ઈ. સ. ૧૮૫૪ ના ઓગસ્ટની ૨૩ મી તારીખ (વિ. સ. ૧૯૧૦) જન્મદિવસ તરીકે આપી હતી; પણ તેમાં તેઓએ સુધારો કરીને ખરી તારીખ અમને જણાવી છે તે આ છે. ૨. તે જમાનાની ભાષાના નમૂના તરીકે એ ફરમાન જોવા જેવું છે –“નારણદાશ તાપીદાશ–પાદશાની કચેરીમાં મલા–તે ઉપર જે હુકમ થઓ જે-પરગણાઓના નીમકશારની કાનુગેઈનું નીચાંની વીગત પરમાણે એ શખસ ને ઘણીઆણી ત્યાં ભાઈઓ ત્યા ફરજ દે સાથે મુકરર કરી શપુ-વણજારા તથા રઈએત માહાલની– એ શખસને પોતાને જાણે–એના ઈનફક શવાએ–ખરીદ-વેચાણ ન કરે–ને ખાંડી ૧-એક બેહ લુલી તેમાં--અડધી રઈએત ખરીદદાર નહડધી પોચાડે કે એ ઘણું ખર્ચ કરીને પોતાની ખીજમત ઉપર કાએમ રહી કામકાજ કરા જાએ સરકારે મજકુરનાં–કચેરી ત્યા જાગીરદાર હાલના તયા આએદના-નીમકશાનું કામ હાએ તે એની રજી જાણે–બીજા કોઈને ભાગીઓ પતીઆળ ન જાણેન કશી તરફથી મુજાહેમ નહી થાએ—એ બાબમો ફરમાન નવુ ન માને–આ વાતની તાકીદ જણને ઉલટુ ન કર. ઈ. સ. ૧૬૦૦” (અંગ્રેજ અમલ દરમિયાન સ્વ, ઇચ્છારામના દાદા દયારામે પોતાની વતનદારીના હક બદલ દાવો કરેલ તે અરજીમાં સામેલ કરેલું મૂળ ફારસી પરથી અનુવાદ કરતું-ફરમાન -જુઓ “એકસો ને એક વર્ષ પૂર્વેને ચોપડા - ગુજરાતીનો દીપોત્સવી અંક, તા. ૮-૧૧-૧૯૪૨)
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy