________________
ગ્રંથ અને થયા ૫૦
મ્યુરીએલ લેસ્ટર ઃ - ગાંધીજીની યુરેાપયાત્રા'.
૫૮. શ્રીમતી ૫૯. મિસિસ પેાલાક : ગાંધીજીના જીવનપ્રસંગ ’. ૬. કનૈયાલાલ મુનશી : ‘ આશિષની કેળવણી '.
"
આ
દાયકાના સિદ્ધહસ્ત અનુવાદકા તરીકે શ્રી. ચદ્રશ કર શુકલ, શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. મશરૂવાળા, શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. રમણલાલ સેાની, શ્રી. ગેાપાળદાસ પટેલ, શ્રી. નરહરભાઇ પરીખ, શ્રી. વિાંસ, શ્રી. જયંતીલાલ આચાર્ય', શ્રી. બચુભાઇ શુકલ, રા. પાંડુર’ગ દેશપાંડે વગેરે વિદ્વાનને ગણાવી શકાય. પણ એ સૌમાં અવિરત અનુવાદસેવાથી મા ગુર્જરીની વિશેષ સેવા બજાવનાર શ્રી. ચદ્રશ'કર છે. અનુવાદ માટેનાં પુસ્તક્રાની તેમની પસંદગી, અંગ્રેજી અને ગુજરાતી ઉભય ભાષા પરનું તેમનું પ્રભુત્વ, તેમની પ્રવાહી, સરલ, સુવાચ્ય અનુવાદરીતિ, સત્ત્વગુણી દૃષ્ટિ અને બહુશ્રુતતા અનુવાદક તરીકે સ્વ. મહાદેવભાઇનું ખાલી પડેલું સ્થાન તેમને સહજપણે અપાવે છે. આપણે ઇચ્છીએ કે પરદેશની ઉત્તમાત્તમ કૃતિના શ્રેષ્ઠ અનુવાદો તેમની પાસેથી વધુ ને વધુ મળતા રહે
પ્રકાશન—પ્રવૃત્તિ
C
ગુજરાતી પુસ્તકા છપાઈમાં આકર્ષીક અને કલામય બનતાં જાય છે એવું દાયકાનાં ઘણુંખરાં પુસ્તકા જોતાં લાગે છે. પુસ્ત`માં ઉપરનાં જૅકેટ, રંગભેરંગી ચિત્રા અને કલાયુક્ત રેખાએ વડે સુશોભિત બનવા પામ્યાં છે. ‘ પારકી જણી ’ અને ‘મમે જ મા’ જેવાં પુસ્તામાં કટાક્ષચિત્રા આપવાને આરંભ થયા છે, તેમ છતાં એકંદરે પહેલાં પ્રસંગા કે પાત્રચેષ્ટાઓનુ નિર્દેશન કરતાં ચિત્રા જોવા મળતાં તે હવે મોંધવારીને કારણે અથવા તેા કલારુચિ બદલાતાં અદશ્ય થયાં છે. પુસ્તક્રના આકાર, બાંધણી તથા છપાઇમાં સાદાઇને વિશેષ મહત્ત્વ મળ્યું છે. દાયકાના કાઈ કાઈ કાવ્યસંગ્રહામાં અખતરા દાખન્ન કાલેકરી ગુજરાતી લિપિતા અને નાગરીમાં કાવ્યશી છાપવાની પ્રથા પડી છે. દાયકાનાં ણાંખરાં પુસ્તકાના આકાર સુજ્જુ, રૂપરંગ મનાહર અને બાંધણી પાકી પણ મજબૂતાઈ ઓછી જણાય છે.
આ દાયકાની મુખ્ય પ્રકાશન સંસ્થા ‘નવજીવન', ' ભારતી સાહિત્ય સબ લિ. ', ' આર. આર. શેઠની કુ. ', ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ', એન. એમ. ત્રિપાઠીની કુાં.', 'ગુજરાત વિદ્યાસભા ', ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાં,’, ‘ગતિ પ્રકા. લિ.’ અને ‘વેરા એન્ડ કું.' છે.