________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર
૨૭
વણાયા છે. કાનેાલીના જીવનસંગ્રામ અને શ્રી ઇંદુલાલ યાજ્ઞિકના લેખ ‘પ્રેરણા’ એ શબ્દચિત્રામાં રહેલી ચરિત્રકથાની ઊણપને પૂરી કરે છે.
‘કમાલ પાશા’ (રમણિકલાલ દલાલ): તુર્કીના રાષ્ટ્રવિધાયક મુસ્તફા કમાલની આ જીવનકથામાં તેના વનના પ્રસંગાને ઐતિહાસિક તથા ભૌગાલિક પરિસ્થિતિની પછીત પર રસરિત રીતે આલેખવામાં આવ્યા છે. જીવનની રોમાંચકતા પૂરી રીતે ઊપસી આવે છે. એ જ વીર પુરુષનું બીજું જીવનચરિત્ર ‘મુસ્તફા કમાલ' (કાન્તિલાલ શાહ) એ નામથી પ્રસિદ્ધ થયું છે. એ પણ સળંગ વનકથાને રસ પૂરું પાડતું એક સુવાચ્ય પુસ્તક છે. ‘જંગીઝખાન’ (રમણિકલાલ દલાલ) : માંગેાલ વાર જંગીઝખાનનું આ જીવનચરિત્ર હેરાલ્ડ લેમ્બના અંગ્રેજી પુસ્તકના અનુવાદ છે. જીવનચરિત્ર એક કથાની પેઠે રસપૂર્વક વાંચી જઈ શકાય તેટલું ઉત્કૃષ્ટ છે.
‘વીરપૂજા’ (મેાહનલાલ પાર્વતીશંકર દવે)માં જગતના ચાર મહાન ધર્મોના પ્રતિનિધિએ મહમદ પેગંબર, માર્ટિન લ્યુથર, મહારાજા અશેક, અને દયાનં સરસ્વતીનાં ચરિત્રા આપેલાં છે. આમાંનાં પહેલાં એ ચરિત્ર કાર્લાઇલના લેખાને આધારે અને ત્રીજું વિન્સેન્ટ સ્મિથના લેખાને આધારે લખાયેલું છે, પરિણામે તે તે લેખકોની દૃષ્ટિએ મુખ્યત્વે આ ચરિત્રામાં ઊતરી છે.
‘વિભૂતિમંદિર’(અશેાક હર્ષ)માં ન્યૂટન, માર્કાની, ગેરીબાડી, કર્નલ જ્હોનસન ઇત્યાદિ આ વિદેશીય અને લાલા હરદયાલ તથા ડૉ. કેતકર એ એ સ્વદેશીય એમ એકંદરે દસ મહાનુભાવાનાં સંક્ષિપ્ત ચરિત્રા આપ્યાં છે. શૈલી તાજગીભરી છે અને કથાની પેઠે રસ પૂરા પાડે છે.
‘અમર મહાજના’ (શારદાપ્રસાદ વર્મા)માં ‘કમાત્ર આતાતુર્ક અને મુસાલીની'નાં ચરિત્ર આપવામાં આવ્યાં છે. જીવનની છૂટક છૂટક પણ પ્રેરક રેખાઓના આલેખનથી પણ સવ વનચિત્ર ઊપસી આવે છે તેના નમૂનારૂપ આ કથા
છે.
‘વિજ્ઞાનના વિધાયકા’ (છેાટાલાલ પુરાણી)માં એરિસ્ટોટલથી માંડીને લોર્ડ કેલ્વિન સુધીના પંદર વિજ્ઞાનવિદેશની જીવનકથાએ તેમનાં સંશોધને તથા સિદ્ધાંતાની માહિતી સાથે આપવામાં આવી છે. આજસુધીના વિજ્ઞાનના વિકાસને પણ તે ખ્યાલ આપે છે.
‘કમિલા-કેયૂર’(વિદ્યારામ ત્રિવેદી) : એ ઇટાલીનું સ્વતંત્ર રાષ્ટ્ર સર્જવામાં મહત્ત્વનો ફાળો આપનાર મુત્સદ્દી વીર હતા, તેનું આ નાનું જીવનચરિત્ર છે. નૂતન પેાલાંડના સર્જક ‘પિલ્યૂ'ની રેસમાંચક જીવનકથા એ