________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ગ્રંથામાં મળીને ૩૪ ગુજરાતી ગ્રંથકારાની જીવનનાંધા એ રીતે પ્રાપ્ત થઇ છે.
· ‘રામચંદ્ર દત્ત’(ડાહ્યાભાઇ રા. મહેતા) એ રામકૃષ્ણ પરમહંસના એક તેજસ્વી શિષ્યની કથા છે. ‘મા શારદા’ (સ્વામી જયાનંદ) અને ‘શ્રી માતાજી’ (રત્નેશ્વર ભવાનીશંકર) એ બેઉ શ્રી રામકૃષ્ણ પરમહંસનાં-પૂર્વાશ્રમના ગદાધરનાં સહધર્મચારિણી શ્રી શારદામણિ દેવીનું સંક્ષિપ્ત જીવન આપે છે. ‘શ્રી મહર્ષિ' (નિરંજનાનંદ સ્વામી) એ મદ્રાસના રમણ મહર્ષિની પ્રભાવદર્શિકા કથા છે. ‘શ્રી નાથચિરતામૃત' (આનંદાશ્રમ-બીલખા)માં શ્રી નથુરામ શર્માનો ધાર્મિક જીવનવિકાસ ક્રમબદ્ધ શૈલીએ આલેખ્યા છે.
‘ઝાંસીની રાણી’ (ખંડેરાવ પવાર) એ કથાનાયિકાનું વીરત્વ દાખવતી નાની પુસ્તિકા છે. ‘વિમાની ગીતાબાઇ' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં એક મહારાષ્ટ્રીય સન્નારીએ પોતાના ધર ઉપર થઇને દરરોજ ઊડતું વિમાન જોઇને વિમાની બનવાની મહત્ત્વાકાંક્ષા સેવેલી તે કેવા યત્નથી અને ખંતથી પૂરી કરી તેને પ્રેરણાદાયક વૃત્તાંત છે. રિયા નીડર' (રામચંદ્ર ઠાકુર) એ સ્વ. ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટની અને ‘મૌ. મહમદઅલી’ (ગરીબ) એ તણીતા મુસ્લીમ રાષ્ટ્રીય નેતાની ગુણાનુરાગી નાની જીવનકથા છે. વિદેશ
‘એક સત્યવીરની કથા’(ગાંધીઇ)માં સત્યાગ્રહી સાક્રેટીસ પેાતાના ધાત થયા પૂર્વે બચાવમાં આપેલાં ભાષણેાની પ્લેટએ લીધેલી નાંધા સાર સચેટ અને માર્મિક વાણીમાં આપવામાં આવ્યા છે.
‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (રમણલાલ વ. દેસાઇ) એ આત્મકથામાં સુપ્રસિદ્ધ અમેરિકન કાધિપતિ હેનરી ફોર્ડ પોતાના જીવનપ્રસંગે રજૂ કરીને જીવનકલાવિષયક કેટલાંક પ્રેરણાત્મક નક્કર સત્યે! દર્શાવે છે. પુસ્તક સુવાચ્ય બન્યું છે.
‘રૂપરાણી’ (વજુ કોટક) : વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પોતાનાં નૃત્યા વડે જબરો ઊહાપાહ મચાવનારી કલારાની ઈસાડારા લિંકનની એ આત્મકથા છે. ‘નૃત્યના હાવભાવમાંથી માનવીની પવિત્રતા અને સૌન્દર્યનું જ્ઞાન આપવા હું આવી છું' એવી જીવનભાવના સાથે નાયિકાનાં મનેમંથના અને અનુભવાના સમન્વય તેમાં વાચનીય અને છે. અનુવાદમાં કાંઇક શિથિલતા છે.
‘બળવાખાર પિતાની તસ્વીર' (કકલભાઇ કોઠારી) આયલાંડના શહીદ જેમ્સ કાનેલીની પુત્રી નારાએ લખેલી પાતાના પિતાની આ જીવનકથા છે. ટૂંકાં શબ્દચિત્રા ભાવવાહક બન્યાં છે. તેમાં લેખિકાના પિતૃપ્રેમ એતપ્રાત