________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
૭૬
એક કવિતાની ચિંતનપ્રધાનતાને ઉત્તમ પદે સ્થાપનારા છે.
‘ગુજરાતી કવિતાની રચનાકળા’(કવિ અરદેશર કુ. ખબરદાર) એ મુંબઇ યુનિવર્સિટીની ૧૯૩૮ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષાના સંગ્રહ છે. તેમાં કવિતાની નૈસર્ગિક ઉત્પત્તિથી માંડીને જુદી જુદી ભાષાઓમાં થયેલા કવિતાપ્રયોગાનું દર્શન કરાવીને અને ગુજરાતી કવિતાની રચનામાં છંદેાવિધાન કવિતાના ભાવપ્રતિપાદનમાં કેટલા મહત્ત્વના કાળેા આપે છે તે દર્શાવીને ચિંતનપ્રાનતા કે વિચારપ્રધાનતા કવિતાની રસનિષ્પતિમાં ઊણપ લાવનારી બને છે એમ દર્શાવ્યું છે; આથી કરીને વ્યાખ્યાતાએ કવિતાના કલેવર સાથેના કાવ્યરસનિષ્પત્તિના સંબંધને વિસ્તારથી સ્યુટ કર્યો છે અને નવીન છંદો, બ્લૅક વર્સ માટેની ઉચિત છંદોધટના, છંદરચનામાં આવસ્યક શબ્દસંગીતતત્ત્વ ત્યાદિ વિશે વિસ્તારથી પેાતાના વિચારા જણાવ્યા છે. કવિતાના ઘટનાતંત્ર વિશેના વિસ્તૃત અભ્યાસ અને ઉર્વાંડા ચિંતનના ફળરૂપ એ વ્યાખ્યાના છે. શ્રી. રા. વિ. પા!કનાં વ્યાખ્યાના અને શ્રી. ખબરદારનાં વ્યાખ્યાન એ મેઉ કવિતાવિષય પરત્વેની મે જુદીજુદી વિચારશાખાઓનું દર્શન કરાવે છે.
. ‘આપણી કવિતાસમૃદ્ધિ' (બળવંતરાય ક. ઠાકોર) ની નવી આવૃત્તિ જાણે એક નવું જ પુસ્તક બન્યું છે, કારણ કે જૂની આવૃત્તિ કરતાં તેમાં ઘણી નવી વાનગી અને નવી વિવેચના ઉમેરાઇ છે. એ કવિતાઓની પસંદગી કવિના વ્યક્તિત્વનું સ્ફુટ દર્શન કરાવવાના ધોરણે કરવામાં આવી નથી પરન્તુ વર્તમાન કવિતાવિષય પરત્વે ‘સમૃદ્ધિ’કારને જે કાંઇ ગુણ-દોષ દષ્ટિએ કયિતવ્ય છે તેને અનુકૂળ આવે એ પ્રકારની પસંદગી તેમણે કરા છે. પરિણામે પસંદગી અને તે પરનું ગુણદોષદૃષ્ટિપૂર્વકનું વિવેચન એ મેઉ દ્વારા કેટલાક કવિઓને અન્યાય થયા છે. પરન્તુ કર્તાને એ મર્યાદા જ અભિપ્રેત હતી એમ લાગે છે. એકંદર રીતે જોઇએ તા કવિતારીતિ પરના કર્તાના ઘણાખરા અભિપ્રાયા—છંદ, અલંકાર, પ્રાસ, ગેયતા, શબ્દલાલિત્ય, ચિંતનપ્રધાનતા ઇત્યાદિ વિશેના—તેમાંની કવિતાઓ પરત્વેનાં ટિપ્પણ આદિમાં સમાવિષ્ટ થઇ ાય છે.
‘પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (ભાગીલાલ સાંડેસરા) એ પુસ્તિકા એમ દર્શાવી આપવા માટે તૈયાર કરવામાં આવી છે કે ગુજરાતી ભાષાના આરંભકાળથી માંડીને દયારામ સુધીના સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તાની રચના ન્યૂનાધિક અંશે થયા કરતી હતી. જૂની ગુજરાતી કવિતા સુગેય ઢાળેા અને દેશીઓની અંદર જ બંધાઇ રહી હતી એવી એક માન્ય