________________
પાંચ વર્ષનું સાહિત્ય - સાહિત્ય-વિવેચન
‘કાવ્યતત્ત્વવિચાર' અને ‘સાહિત્યવિચાર' સ્વ. ડૉ. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ) એ મે લેખણુ પણ ગુ. વ. સાસાયટીનાં જ પ્રકાશને છે. પહેલામાંના પ્રથમ વિભાગમાં સાહિત્યવિષયક ચર્ચાલેખા છે. અને ખીજા વિભાગમાં ગ્રંથાવલોકનોના સંગ્રહ છે. પૂર્વ અને પશ્ચિમને સમન્વય કરનારી એમની વિવેચનકલા તથા સાહિત્યચર્ચાની ચાલીસ વર્ષની પ્રસાદી તેમાં મળે છે. બીજા ગુચ્છમાં સાહિત્યવિષયક પ્રકીર્ણ લેખાના સંગ્રહ છે. મેઉ ગુચ્છામાં પદ્યસાહિત્ય, ગદ્યસાહિત્ય. કેળવણી, ગ્રંથવિવેચન, રસચર્ચા, સ્મરણનાંધ, ખુલાસા, ઇત્યાદિ સાથે સંબંધ ધરાવતા નાનામેાટા અનેક લેખાને કુશળતાપૂર્વક વર્ગીકૃત કરીને આપ્યા છે. પ્રત્યેક લેખમાં સ્વ. આનંદશંકરભાઈની સ્વસ્થ, સંયત અને સાત્વિક દૃષ્ટિના એપ છે અને બહુશ્રુતતા તથા સાહિત્યરસિકતા વહે છે. અભ્યસનીય અને ચિરંજીવી તત્ત્વાવાળા લેખાને ગ્રંથારૂઢ કરવાનું આ કાર્ય ગુ. વ. સાસાયટી જેવી સાહિત્યસેવાવ્રતી સંસ્થા સિવાય બીજા કેાથી કદાચ ન પૂરું થઇ શકયું હત.
‘કાવ્યની શક્તિ' અને સાહિત્યવિમર્શ' (રામનારાયણ વિ. પાઠક) : આમાંના પ્રથમ ગ્રંથમાં કાવ્ય વિષયની સાધક-બાધક ચર્ચાવાળા જુદાજુદા લેખાદ્વારા લેખકે પોતાનાં મંતવ્યોનું પ્રતિપાદન કર્યું છે. પુસ્તકોનાં વિવેચનઅવલોકનમાં એકસરખા વિસ્તાર કે એકસરખું ઊંડાણ નથી લાગતું છતાં તેમનું પ્રત્યેક થયિતવ્ય તેમના કાઇ ને કોઇ મંતવ્યનું દર્શક હોય છે. ખીજા સંગ્રહમાં વાર્તા, નાટક ઇત્યાદિ કાવ્યેતર વિષયક લેખા તથા ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’માં તેમણે લખેલા સાહિત્યગ્રંથેાનાં વિવેચન-અવલાકન સંગ્રહેલાં છે. એ લેખા પણ તેમનાં મંતવ્યેાને સ્ફુટ કરી આપવામાં સફળ થાય છે અને વસ્તુનિષ્ઠતા મર્યાદિત રહેવા છતાં ચર્ચાપાત્ર મુદ્દાઓને ઘટતા સ્પર્શે કર્યા વિના રહેતા નથી. કાવ્ય અને કાવ્યેતર એ વિજ્યેા પરનાં તેમનાં મંતવ્યો અભ્યાસ, ચિંતન અને મનનના પરિપાકરૂપ હેાય છે તે તેના સદષ્ટાંત પ્રતિપાદન ઉપરથી છતું થાય છે.
૭૫
અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણુ’ (રામનારાયણ વિ. પાઠક) એ મુંબઇ યુનિવર્સિટીની ૧૯૩૭ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષણાના સંગ્રહ છે. તેમાં દલપતરામથી માંડી મનસુખલાલ ઝવેરી સુધીના કવિઓની કવિતાશૈલીનું વિવેચન છે. એ પેા સેા વર્ષમાં ગુજરાતી કવિતાના સ્વરૂપમાં, રુચિમાં, છંદરચનામાં, અલંકારો વગેરેમાં કેવા ફેરફાર થતા આવ્યા તેનું ઐતિહાસિક નિરૂપણ કરીને વર્તમાન યુગમાં વહેતી કવિતાની વિશિષ્ટતાનું તેમ જ ઊપાનું પણ દર્શન કરાવ્યું છે. વ્યાખ્યાનના એકંદર