________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૭
મુખ્ય ધ્વનિ છે. લેખનશૈલી તથા ઘટનાસંયેાજન કૃત્રિમ તથા કાચાં છે. મનારંજક
કોઈ વિશિષ્ટ ધ્વનિ કે દિષ્ટ જે નવલકથાઓમાંથી સ્ફુરતાં નથી તેવી ઘેાડી નવલકથાએ મનેારંજકની વર્ગણામાં આવે છે. કેવળ મનેારંજન માટે જ લખાયેલી કલાયુક્ત નવલકથાએની ઊણપ દેખાઈ આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કથાલેખકામાં સાહિત્ય પ્રતિની વનાભિમુખ કલાદિષ્ટ વિશેષ ખાલી છે, અને તેથી કથાનું ધ્યેય કે આદર્શ તેમની દૃષ્ટિ સમીપે વધુ રહ્યા કરે છે.
‘વિરાટને ઝભ્ભા’ (ગુણવંતરાય આચાર્ય) : એક લેખક મિત્રની કીર્તિ અને તેનું નામ ચારી લઇને બીજો માણસ સમાજમાં બહાર પડે છે, પણ પછી ખરેા લેખક આવે છે અને દ્રોહ કરનાર ઉપર વેર લેવા માગે છે. છેવટે ‘અવેરે વેર શમે' તેમ વેર પ્રેમથી શમે છે. પરદેશના મજૂરસંધાની પ્રવૃત્તિ, તેમને અસંતાષ અને અંતઃસ્થિતિના વાતાવરણની વચ્ચે વિરાટના ઝભ્ભા’ એઢી કરનાર લેખકની આ કથા છેવટ સુધી મનેારંજનનું કાર્ય કરે છે.
‘કાઠિયાવાડી રાજરમત’ (ઉછરંગરાય ઓઝા) : એક ખૂનના કિસ્સાની આસપાસ ખટપટના પ્રસંગેા અને પાત્રોની ગૂંથણી કરીને એક મનેરંજક જાસૂસી કથા ઉપાવવામાં આવી છે. પાત્રાલેખન સારું છે પરન્તુ વસ્તુ મંદ ગતિએ વહે છે. ભૂતકઢા ડિટેક્ટિવનું પાત્ર મુખ્ય છે.
‘સંહાર' (અયુબખાન ખલીલ) એ કથા મનેારંજનનું કાર્ય કરે છે પરન્તુ તેને પાયે। કલ્પના નહિ, વિજ્ઞાન છે. લખાવટ સારી છે.
‘મુક્તિ’(મધુકર )એ સારી લખાવટવાળી, મનેારંજક અને કાંઈક ભેાધક જાસૂસી કથા છે.
હાસ્યરસિક
હાસ્યરસને પ્રધાનપણે જમાવતી નાટિકાઓ અને નવલિકાઓને મુકાબલે તેવી નવલકથા બહુ જાજ લખાય છે અને પાંચ વર્ષમાં માત્ર ત્રણ જ કૃતિએ એ પ્રકારની લખાઇ છે. ‘સહચરીની શેાધ' એ અતિશયેાક્તિથી યુક્ત સ્થૂળ હાસ્યરસ ઉપાવતી નવલકથા છે જેમાં કથાનાયકને બેવકૂફ્ અનાવીને વાચકેશને હસાવવાના યત્ન કરવામાં આવ્યેા છે. ધ્વનિ રાચક નથી છતાં લેખકની શૈલી વેધક છે. ‘તાત્યારાવનું તાવીજ' (સનત્કુમાર વીણ)માં અતિશયાક્તિને બદલે ચમત્કારિક ભૂમિકા લઇને હાસ્યરસ નિપજાવવામાં આવ્યા છે. અસહકાર યુગના એક કેદી તાત્યારાવને બિલ્લા એ અલાદીનના જાદૂઈ ફાનસના ટુકડા હતા એમ દર્શાવીને પછી વિલક્ષણ પ્રસંગેાની પરંપરા