________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
‘ક્રાન્તિને કિનારે’ (સાત વીષ્ણુ) માં મજૂરપ્રવૃત્તિમાં વર્ગવિગ્રહની ઉપકારકતા દાખવીને તેના સાધન રૂપે હડતાળની કાર્યસાધકતા નિરૂપી છે. આખું વસ્તુ હડતાળની આસપાસ ફર્યો કરે છે. કથાવેગ મંદ છે. ‘આવતી કાલ' (રામનારાયણ ના. પાઠક) માં પણ સમાજવાદી વિચારસરણી છે અને ખેડૂત-મજૂરની સૃષ્ટિ છે, પરન્તુ તેમાં ગ્રામેાદ્યોગના પુરસ્કાર કરવામાં આવ્યા છે. વસ્તુવિકાસ સુરિત રીતે થતા નથી એટલે કથા વાસ્તવિકતાથી વેગળી રહે છે. લખાવટ તેજસ્વી છે. આવતી કાલના ઘડવૈયા'(જગન્નાથ દેસા) માં લેખકે એક કલ્પિત નગરમાં વર્તમાન કાળના આર્થિક અને રાજકીય કોયડાઓ જેવા કે ગરીબાઈ, ખેડૂતાની દુર્દશા, ગુલામી, સ્ત્રીની પરતંત્રતા વગેરેને કલ્પી લઇને પછી સામુદાયિક ક્રાન્તિ નિપજાવી શકાય એમ કલ્પના કરી છે અને તેને અનુરૂપ કથાની ગૂથણી કરી છે લેખકે પ્રસંગાને ઠીક વર્ણવ્યા છે પરન્તુ વાતાવરણ અવાસ્તવિક જ રહે છે. છેવટનું સ્વાતંત્ર્યસિદ્ધિનું ધ્યેય પણ એટલું જ અવાસ્તવિક છે.
પ
‘રાજમુગુટ’(ધૂમકેતુ) ની નવી આવૃત્તિ એ આદિથી અંતસુધીનું નવું સંસ્કરણ છે. દેશી રજવાડાંની કુટિલતા, ગંદકી અને તંત્ર વાતાવરણની વચ્ચે તેજસ્વી પાત્રાનાં વિચાર અને કાર્યો દ્વારા તેમાં તેમની સુધારણા તથા ભાવિની વિચારણા તરી આવે છે. સડતું જીવન અને પ્રકાશ વહેતું રાષ્ટ્રમાનસ મેઉ વચ્ચેના ભેદ વિચારના ખારાક પૂરા પાડે છે. ખમ્મા બાપુ'(ચંદ્રવદન મહેતા) માં પણ દેશી રજવાડાંનું ગંધાતું વાતાવરણ કટાક્ષ, ઉપહાસ અને તિરસ્કારના પુત્કાર સાથે આલેખવામાં આવ્યું છે. કથાવસ્તુ અને પાત્રે વચ્ચે ઘટતા મેળ જામતા નથી અને એક પછી એક ખભેથી ભરેલાં ચિત્ર આવ્યે જાય છે, પરંતુ લેખકની દૃષ્ટિ તેમાંથી સ્પુટ થાય છે કે રાષ્ટ્રમાંથી એ બદમાના નાશ થવા જોઇએ. ‘એમાં શું ?' (અવિનાશ) એ દેશી રજવાડાના સડેલા સંસારની કથા છે. તરેહતરેહના વર્તમાન પ્રશ્નાની ચર્ચામાં ઘૂમીને લેખકે ક્રાન્તિનું ઉગ્ર ઝનૂન દાખવ્યું છે. વિચારસરણી યથાર્થ રીતે સ્પષ્ટ થતી નથી.
‘જીવનનિર્માણ’(ચિરંતન) માં જમીનદારના દેશભક્ત પુત્રને નાયક કલ્પીને નવા રાષ્ટ્રીય વિચારેને કથામાં વણી લેવાને એક પ્રયાગ કરવામાં આધ્યેા છે. આત્મકલ્યાણ વિરુદ્ધ જનસેવા, સ્થાપિત હિતા વિરુદ્ધ સમાજવ્યવસ્થા’ઇત્યાદિ પ્રશ્ના તેમાં મુખ્ય છે. ‘ક્ષિતીશ’ (ઈંદુકુમાર શહેરાવાળા) : જાગીરદારાની રાજાશાહી અને ખટપટાથી ભરેલા વાતાવરણમાં એક પ્રજાસેવક યુવકની લેાકજાગૃતિની કામગીરી અને છેવટે તેની ફતેહ એ આ કથાના