________________
૩૭
પાંચ વર્ષનું સાહિત્ય-નવલકથા ઐતિહાસિક
ઐતિહાસિક નવલકથાઓમાંની અર્ધી કેવળ ગુજરાત અને કાઠિયાવાડના અતિહાસિક બનાવો તથા ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓને કથા દ્વારા રજૂ કરવા માટે લખાઈ છે. બાકીની નવલકથાઓ ભારતનો પુરાતન તથા નજીકનો ભૂતકાળ, માળવા–મેવાડનો પ્રાચીન તથા મધ્યકાળ, ઝાંઝીબારનો નજીકના ભૂતકાળ અને રોમનો પ્રાચીન કાળઃ તે તે દેશ તથા તે તે કાળને સ્પર્શીને લખાઈ છે. પૂર્વેના કોઈ પણ પાંચ વર્ષના ગાળામાં ઐતિહાસિક નવલકથાઓ આટલી સંખ્યામાં અને આટલી વિવિધતાયુક્ત પ્રસિદ્ધ થઈ નથી.
‘વિરાટ જાગે છે ત્યારે” (ગુણવંતરાય આચાર્ય)માં વનરાજની પાટણની સ્થાપનાનો ઇતિહાસ વણી લેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં વનરાજની રાજ્યસ્થાપનાની સફળતાનું રહસ્ય કાંઈ અનેરું જ તારવી આપવામાં આવ્યું છે. વનરાજની સાથે સંપર્ક રાખનારાં ઐતિહાસિક પાત્રે તેમાં આવે છે, પરંતુ તેમના સંબંધમાં પ્રચલિત ઐતિહાસિક માન્યતાએને લેખકે બદલાવી છે અને ઐતિહાસિક માંડણી પર અર્વાચીન ભાવને ચોટી છે. કથારસનો નિભાવ ઠીક થાય છે અને તેજસ્વી શૈલી સરસ છાપ પાડે છે.
“જય સોમનાથ' (કનૈયાલાલ મુનશી)માં લેખકે મહમૂદ ગઝનવીએ ભીમદેવના કાળમાં સોરઠના સોમનાથ મહાદેવના મંદિર પર કરેલી ચઢાઈનો ઐતિહાસિક પ્રસંગ વણી લીધો છે અને તે દ્વારા ગુજરાતના વીરોનું વીરત્વ, મુત્સદ્દીઓનું ભૂહપટુત્વ, શૈની ધર્મશ્રદ્ધાળુતા અને ધર્માર્થે બલિદાન-તત્પરતા ઉત્કૃષ્ટ રીતે દાખવ્યાં છે. પાત્રોનાં તેજ અને મુખ્યત્વે કરીને નાયિકા ચોલાદેવીનું ભાવનાશીલ જીવન આંજી નાખે તેવાં છે. કાર્યના વેગ અને વાતાવરણ જમાવવાની કુશળતાથી લેખકે આ કથા દ્વારા ઉત્તમ ઇતિહાસ–રસ આપ્યો છે એમાં શંકા નથી.
“ચૌલાદેવી' (ધૂમકેતુ) એ પણ ભીમદેવના ઇતિહાસકાળની અને “જય સોમનાથની જ નાયિકાને મોખરે રાખતી નવલકથા છે. એનાં પાત્રો પણ તેજસ્વી છે, પરન્તુ એ તેજ પાથરનારી કલ્પનાઓમાં વાસ્તવિકતાની ખામી છે. કાર્યવેગ લાવવામાં આવ્યો છે પણ તે કૃત્રિમ લાગે છે. એમાંની ચૌલા રાષ્ટ્રોદ્ધારની ભાવનામૂર્તિ કરતાં એ મૂર્તિના બનાવટી બીબા જેવી વધુ લાગે છે. ઐતિહાસિક પાત્રો અને પ્રસંગની એ નવલકથા છે અને એમાંના કેટલાક પ્રસંગે સરસ રીતે દીપી પણ નીકળે છે, પરંતુ એ પ્રસંગોનાં જોડાણ વાસ્તવિક