________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.લ. - “હાસ્યનૈવેદ્ય' (‘અગ્નિકુમાર: બળવંત સંઘવી): માનવસ્વભાવની વિચિત્રતા અને નિર્બળતા, પ્રસંગ તથા પાત્રો વચ્ચે રહેલી અસંગતિ, વાણી અને વર્તન તથા વ્યવહાર અને સિદ્ધાન્તની વચ્ચેનો વિરોધ, એ સર્વને હાસ્યનાં સાધનો બનાવીને આ સંગ્રહમાંના લેખો, કથાનક અને પ્રસંગચિત્રો આલેખવામાં આવ્યાં છે. લેખકમાં દષ્ટિ છે પણ શૈલી કાચી છે.
“વાતનાં વડાં' (બળદેવ મોલિયા) નિત્યજીવનનાં હળવાં પાસાં શોધી કટાક્ષ અને ટકોર સાથે નિર્દો- રમૂજ ઉપજાવે છે. એની શેલી ગંભીર છે, પણ વેધક દષ્ટિ વિષમતાઓને પકડી લઈને હાસ્ય ઉત્પન્ન કરે છે.
પ્રભાતકિરણો' (રમણલાલ સોની)એ પ્રભાતકુમાર મુખોપાધ્યાયની પ્રધાનપણે હાસ્યરસની વાર્તાઓનો અનુવાદ છે. તેમાં દાવો કટાક્ષ અને અતિશક્તિ છે, પરંતુ અતિશયોક્તિ અપ્રતીતિકર નથી, એટલે તે શિષ્ટ વિનોદનું સાધન બને છે.
નવલકથા પાંચ વર્ષનાં પ્રકાશનમાં નવલકથાઓને ફાળો સૌથી મોટો છે. સર્વ પ્રકારની મળીને આશરે પોણા બસ નવલકથાઓ (નવી આવૃત્તિઓ બાદ કરતાં) પ્રસિદ્ધ થઈ છે, જેમાંનો ત્રીજો ભાગ ઈતર ભાષાઓમાંથી અનુવાદિત નવલકથાઓનો છે. તેની પહેલાંનાં પાંચ વર્ષ કરતાં આ વિભાગ વધારે સમૃદ્ધ થયો છે અને પહેલી હરોળમાં આવીને ઊભી રહે એવી નવલકથાઓનું પ્રમાણ પણ પહેલાં કરતાં મોટું છે. ઐતિહાસિક, સાંસારિક, સામાજિક, રા ટ્રોય, મનોરંજક અને હાસ્યરસિક એટલા પ્રકારોમાં વર્ગણી કરીને જોઈએ તો વિવિધતા જણાઈ આવે છે, પરંતુ પ્રત્યેક પ્રકારમાં જે વિવિધતા શોધવા માગીએ તો તે મર્યાદિત બની જાય છે. અનુવાદિત નવલકથાઓમાં પણ જે કાંઈ વૈવિધ્ય છે તે અંગ્રેજીને આધારે લખાયેલી કથાઓને લીધે છે, બાકી તો શરદબાબુ અને બંકિમબાબુની નવલકથાઓના અનુવાદો ઘણા વધુ છે અને તેમાં નારીજીવનનાં જુદાં જુદાં પાસાંઓ જ જોવા મળે છે. અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, પ્રવાસ કે સાહસ વિષયની કોઈ સારી નવલકથા લખાઈ નથી. રાષ્ટ્રીય આંદલને વ્યક્તિ–સમષ્ટિ પર જે અસર કરી છે તેના ફળ રૂપે થોડી નવલકથાઓ લખાઈ છે પણ એ આંદોલનની આડકતરી અસર તો ઐતિહાસિક, સામાજિક તથા સાંસારિક નવલકથાઓમાં પણ સારી પેઠે જોવા મળે છે. એકંદરે જોઈએ તો નવલકથાવિભાગ સંખ્યા તથા ગુણવત્તામાં ચો જતો જોવામાં આવે છે.