________________
૩૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
ને સંધોના ચિતાર તથા તેનું રસભર્યું પૃથક્કરણ છે. ‘શિકાર’(કિરાનસિંહ ચાવડા) એ હિંદી ઉપરથી લખાયેલી શિકાર વિશેની રામાંચક અદ્ભુત ઘટનાએ છે. તેમાંનાં પાત્રા શિકારી માણસા જનથી પણ પશુઓ પણ છે અને તેઓ કથારસની નિષ્પત્તિમાં સારો ભાગ ભજવે છે.
‘જીવનસરિતા’ (સં. ભારતી સાહિત્યસંઘ) એ પરદેશ અને પરપ્રાંતની જીવનપર્શતી વાર્તાઓનું એક સરસ પુસ્તક છે. જર્મન અને અમેરિકના જેવા પરદેશીઓ, અફઘાના તથા ગ્રીના જેવા પાડાશીએ અને મુસ્લિમા, કલાકારા, ગામડાંની ડેાશીએ જેવાં ઘરઆંગણુનાં પાત્રાની આસપાસના સામાજિક વાતાવરણનું વૈવિધ્ય એ રજૂ કરે છે. ચૂંટણી પાછળ પણ વૈવિધ્યની દૃષ્ટિ રહેલી છે.
‘અજવાળી રાત’(સં. રવિશંકર રાવળ) એ ગુજરાતી, બંગાળી, મારવાડી, ઇરાની અને અંગ્રેજી પરીકથાના સાહિત્યમાંથી વીણી કાઢેલી સુંદર વાનગી છે, અને લેાકકથાના રવરૂપમાં સરળ રીતે લખાયેલી છે.
‘વનવનની વેલી’ (શારદાપ્રસાદ વર્મા) માટે ભાગે અંગ્રેજી ઉપરથી અવતારેલી ટૂંકી વાર્તાઓના સગ્રહ છે. વસ્તુવિધાન સામાન્ય પ્રકારનું છે.
‘લાલ પડછાયા’ (સુદામેા) સમાજવાદી ક્રાન્તિની જ્વાળાનાં સૌમ્ય અને ભીષણ સ્વરૂપાને મૂર્ત કરતી વાર્તાઓ આપે છે. તે ઉપરાંત ચીન-જાપાનમાં પ્રસરેલા ક્રાન્તિના એળાની કથાઓ પણ છે. કથાઓને હિંદી વેશ પહેરાવવામાં લેખકે ડીક સફળતા મેળવી છે. શૈલી વેગીલી અને પ્રચારકામી છે. એવી જ વેગીલી શૈલીમાં ‘શહીદી' (ચંદ્રભાઈ ભટ્ટ) લખાયેલી છે, જેમાં એ ઈંગ્લાંડના, એક ચીનના અને એ રશિયાના શહીદેાની પ્રેરક વાર્તાએ આપી છે. ‘શામાટે બંધન' (માણેકલાલ દ્વેષી) એ રેસમેનોની મે લાંબી વાર્તાએને અનુવાદ છે. સામ્યવાદી રશિયન સંસારમાંનાં સ્ત્રીપુરુષાના જાતીય સંબંધની મીમાંસા એમાં કરવામાં આવી છે.
‘મુક્તિદ્વાર’(રમણીકલાલ દલાલ)માં વર્તમાન જીવનને સ્પર્શતી દસ વાર્તા સંગ્રહેલી છે. સબળી–નબળી એઉ કેટિની વાર્તા એમાં છે.
‘ઉદ્દેાધન’ (પદ્માવતી દેસાઇ) એ એક અમેરિકન લેખકની સાદી નીતિમેધક કથાઓના અનુવાદ છે.
‘ભાભીની બેંગડીએ અને બીજી વાતા’ (ગોપાળરાવ કુલકર્ણી) : સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય લેખક યશવંત ગાપાળ જોષીની બાર મરાઠી વાર્તાઓને આ અનુવાદગ્રંથ છે. લખાવટ ચેટદાર, રસિક અને ભાવપૂર્ણ છે તથા કથાવસ્તુએને ઉપાડ સરસ રીતે થાય છે.