________________
ગ્રંથકાર–ચરિતાવલિ – વિદ્યમાન ગ્રંથકારી
-
હાશિમ યુસુફ ભરૂચા ( ‘ઝાર’રાંદેરી)
‘ઝાર’રાંદેરીના તખલ્લુસથી લખાએલાં પુસ્તકે—અને તેમાં પણુ ‘શાયરી' નામના ઇસ્લામી કાવ્યપ્રણાલિના પિંગળની સમજણુ આપતાં એ પુસ્તકાના કર્તા તરીકે ગુજરાતી જાણનારાઓને પરિચિત આ લેખક મૂળ રાંદેરના સુન્ની વહેારા ક્રમના છે. સુરત જિલ્લાના રાંદેર ગામમાં ઈ. સ. ૧૮૮૭ ના નવેમ્બરની પહેલી તારીખે એમના જન્મ થયેા. એમનું નામ હાશિમ યુસુ* ભરૂચા અને એમના પિતાનું નામ યુસુફ્ હાશિમ ભરૂચા. એમનાં માતાનું નામ મૂમિનખીખી. રાંદેરમાં જ છે. સ ૧૯૦૪માં રસૂલખીખી સાથે એમનું લગ્ન થયું. તેમને એક પુત્ર અને પાંચ પુત્રીએ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાંદેરમાં લઇ તેઓએ દિલ્હી જઇ ત્યાંના મદ્રેસા અમીનિયઃ અરબિયઃમાં ઉચ્ચ શિક્ષણ લીધું. હાલ તે પેાતાના વતનમાં ધી રાંદેર ચૂનાની ફાર્મસી' ચલાવે છે; પરંતુ બચપણથી જ સાહિત્ય પ્રતિ વલણ હતું, તેમાં ગુલિસ્તાં, દીવાને હાફ્રિઝ, તુહકતુલ અહરાર, વગેરે પુસ્તકાના વાચને એમને ખૂબ પ્રેરણા આપી. એ ઉપરાંત એમના ગુરુ મૌલાના અશ્રલી થાનવી, ઉસ્તાદ મુક્તી કિફાયતુલ્લાહ, મમ અનવરશાહ વગેરેની એમના જીવન ઉપર પ્રબળ અસર પડી છે. યૂનાની વૈદાના એમના ચાલુ વ્યવસાય ઉપરાંત આજ પંચાવન વર્ષની ઉંમરે પણ તેઓની સાહિત્યપ્રવૃત્તિ હજી ચાલુ જ છે. એ ઉપરાંત સંગીતનું જ્ઞાન એમણે બચુ ઉસ્તાદ કચ્છી પાસેથી અને સૂરનું જ્ઞાન ઇંદારવાળા મહમુદખાન પાસેથી મેળવ્યું છે, અને એ શાસ્ત્રમાં ૩૫ વર્ષને અનુભવ ધરાવે છે. આમ કાવ્ય અને સંગીત એ બંને કળાઓના શાસ્ત્રીય જ્ઞાનને એમનામાં સમન્વય થયેા છે.
એમના પ્રથમ ગ્રંથ કદુસ્સખીલ (અનુવાદ) ઇ. સ. ૧૯૧૩ માં મહાર પડચા એની આજસુધીમાં છ આવૃત્તિ થઇ ચૂકી છે. એમના ગ્રંથાની યાદી નીચે મુજબ છે :
કન્દુસખી (અનુવાદ) હિંદુસ્થાની ભાષા (અનુવાદ) શમ્ભીરે સદાકત (મૌલિક)
ખુત્બ એ સદારત
હઝરત મૂસા (અલ) તિહઝીરુભાસ
સુહેલદ
93
ધર્મપ્રચાર મહાત્મા અને ઇસ્લામ,,
૧૪૭
..
99
99
29
હિન્દુ રાજ્યના હુમલા આત્મા અને પુનર્જન્મ,
શાયરી ભાગ ૧–ર
29
..