________________
ધંથકા-શશ્નિાવલિ-વિલમાન ગ્રંથકાર આનંદને પાર ન રહ્યો. એ સંગ્રહ પિતાની સાથે મુંબઈ લઈ જઈ એમણે ફાર્બસ સાહિત્યસભા પાસે રૂ. ૫૦૦ નું પારિતોષિક તે માટે અપાવ્યું. તેમાંની કેટલીક વાર્તાઓ હાજી મહમદ શિવજીના “વીસમી સદી'માં પ્રકટ કરાવી અને કેટલીક તે એમના મિત્ર શ્રી. જયસુખલાલ મહેતાએ “ઈસ્ટ એન્ડ વેસ્ટ' માસિકમાં અંગ્રેજીમાં અનુવાદિત કરીને પણ પ્રગટ કરી. ઈ. સ. ૧૯૨૨ માં એમની “કાઠિયાવાડની લોકવાર્તાઓ નો પહેલો ભાગ શ્રી. બળવંતરાય ઠાકરના ઉપઘાત સાથે બહાર પાડ્યો અને તે પરથી ફાર્બસ સભાએ એમને એના બીજા ભાગ માટે પણ રૂ. ૨૦૦નું પારિતોષિક આપ્યું.
પણ આ ગાળામાં જ એમને પ્રોત્સાહન આપનારાઓ – એમના વડિલ બંધુ કવિ ત્રિભુવન, કવિ કાન્ત, રણજીતરામ અને હાજી મહમ્મદ ઉપરાઉપરી વિદેહ થયા, અને એમનું દિલ ભાંગી ગયું. આજે શ્રી. બલવંતરાય ઠાકોર જ એમને વારંવાર પ્રોત્સાહન આપી શેખનમાં પ્રવૃત્ત રાખે છે. ઉપર ગણવેલાં બે ભાષાંતરે ઉપરાંત કેટલાંક ખંડકાવ્યો, ઊર્મિકાવ્ય, નાટક, તેમ જ કેટલુંક કાઠિયાવાડી લોકસાહિત્ય-એ બધું હજી એમની પાસે અપ્રકટ દશામાં પડયું છે.
એમના ગ્રંથાઃ (૧) શિવાજી અને ઝયબુન્નિસા
(ઈ. ૧૯૦૭) (૨) કાઠિયાવાડની જૂની વાર્તાઓ – ભાગ ૧ (ઈ. ૧૯૨૨) (૩) , , , - ભાગ ૨ (ઈ. ૧૯૨૯)
હરદાન પીંગળશી નરેલા ભાવનગરના હાલના રાજ્યકવિ હરદાનભાઈને જન્મ ભાવનગરમાં, ચારણ જ્ઞાતિમાં, સં. ૧૯૫૮ ના શ્રાવણ વદી ૧૭ ને રવિવારના રોજ થયે હતો. એમના પિતા પીંગળશીભાઈ જાણીતા ચારણ કવિ અને ભાવનગર રાજ્યના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ મૂળીબા. ગોંડળ તાબે ચરખડી ગામે શ્રી જલુબા સાથે સં. ૧૯૭૬ માં એમનું લગ્ન થયું. એમના મોટા પુત્ર પણ મેટ્રિક સુધી પહોંચવા ઉપરાંત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરે છે.
ભાવનગરમાં જ પ્રાથમિક ગુજરાતી અને છ ધોરણ સુધી અંગ્રેજીનો એમણે અભ્યાસ કર્યો, અને પિતાની પાસે સંસ્કૃત, હિંદી તથા ચારણી ભાષાઓનું અધ્યયન કર્યું. એ ઉપરાંત સંસ્કૃત વાલ્મિકી રામાયણ, પાતંજલ
ગદર્શન, ગીતા, મુક્તિશાસ્ત્ર, મહાભારત, પાંડવયશેન્દુચન્દ્રિકા (હિંદી) અને હરિરસ (ચારણ) એ ગ્રંથના વાચને એમનું ઘડતર પુષ્ટ કર્યું. કાવ્ય