________________
૧૪૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
આ નાના ભાઈ પોતે પણુ એક સારા કવિ છે એ બહુ ઓછા જાણુતા હશે. કાઠિયાવાડમાં મહુવા મુકામે શ્રીમાળી બ્રાહ્મણુ જ્ઞાતિમાં સંવત ૧૯૨૮ ના આષાઢ સુદ ૨ ને રવિવાર તા. ૭ મી જુલાઈ ૧૮૭૨ ના રાજ એમના જન્મ થયા હતા. ત્રણ ભાઇઓમાં સૌથી નાના એમને એ વર્ષની વયના મૂકીને પિતા પ્રેમશંકર ભાણુજી ત્રિવેદી ગુજરી ગયા પછી તે માતા અમૃતબાના હાથ નીચે જ જીવનસંસ્કાર પામ્યા; અને જૂના કવિઓની કૃતિ, રાસા તથા રાસનાં ભંડારરૂપ માતાનાં ગાન-અમૃતના સિચનેજ એમના વિલ બંધુમાં તથા એમનામાં કાવ્યાભિરુચિ પ્રકટાવી. માટપણે વિડલ બંધુની માફ્ક જ મહુવા કાશીવિશ્વનાથના સાહિત્યવિલાસી મહંત રામવનજી ધર્મવનજીના સંસર્ગે એ રુચિને પેાષી અને દૃઢ કરી. તે ઉપરાંત મણિલાલ નભુભાઈ, વિ‘ખાલ', કવિ ‘કાન્ત', હરિલાલ ધ્રુવ, ‘કલાપી', ‘જટિલ’, અલવંતરાય ઠાકાર અને રણુજીતરામ વાવાભાઈ તથા ‘વીસમી સદી’ વાળા સ્વ. હાજી મહમદ અલારખિયા શિવજીના પરિચયે ઉત્તરાત્તર એમને પ્રેરણા ને પ્રાત્સાહન આપ્યાં. પુસ્તામાં કવિ ગેટેનું સારાઝ ક્ વર્ટર' ઉમર ખય્યામની સ્માઈયાતા' અને 'પ્રવીણસાગર' એમના જીવન પર પ્રબળ અસર મૂકી છે.
મહુવામાં જ પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કરી એ અંગ્રેજી સાતમા ધેારણ સુધી પહેાંચ્યા, પણ તબિયત લથડવાને કારણે અભ્યાસ ત્યાંથી જ પડતા મૂકવા પડયો અને ત્યારથી ભાવનગરના કેળવણી ખાતામાં શિક્ષક તરીકે આખી કારકિર્દી ગાળી હાલ ૨૧ વર્ષથી પેન્શન ઉપર છે. એમનું લગ્ન ભાવનગર સંસ્થાનના જસયરા ગામે સં. ૧૯૩૮ માં ગેાદાવરીબેન ધનેશ્વર એઝા સાથે થએલું. એમના ચાર પુત્રા અને એક પુત્રી એમ પાંચ સંતાનેા આજે હયાત છે.
વિદ્યાર્થી અવસ્થામાંથી જ એ કાવ્યા લખતા. ૧૯૦૨ માં મર્ ખય્યામની આયાતાનું તથા ગેટેના સારાઝ આક્ વર્ટર' નું ભાષાંતર કર્યું, અને ૧૯૦૭ માં ‘શિવાજી અને ઝયમુન્નિસા' નામનું પુસ્તક રચીને કવિ કાન્ત' ના ઉપાદ્ધાંત સાથે બહાર પાડયું. એ એમનું પ્રથમ પ્રકાશન.
સ્વ. રણજીતરામ ઈ. સ. ૧૯૦૯-૧૦ ના અરસામાં સર પ્રભાશંકર પટ્ટણીના સેક્રેટરી થઈને ભાવનગર ગયા, ત્યાં એમના પરિચયમાં તે આવ્યા. એમની કાવ્યપ્રવૃત્તિથી રણજીતરામ પ્રસન્ન થયા; પરંતુ કાઠિયાવાડના @ાકસાહિત્યને પણ એમને ખૂબ પરિચય છે અને સારા પ્રમાણમાં એમણે તે એકઠું કર્યું છે એ જાણીને તેા લેાકસાહિત્યનાં આદ્ય પુરસ્કર્તી રણુછતરામના