________________
ગ્રંથકાર-ચશ્તિાવલિ વિધમાન ગ્રંથકારી
વ્યવસાયમાં પણ તેમણે શિક્ષણને જ પસંદ કર્યું છે. શાંતિનિકેતનમાં તેમણે ત્રણ વર્ષ શિક્ષક તરીકે કામ કરેલું. હાલમાં તે વીલેપારલેની પ્યુપીલ્સ ઓન સ્કૂલ' ના પ્રિન્સીપાલ છે. ભાષાશાસ્ત્ર, સંગીત, નાટ્યકળા, ક્રિકેટ, ટેનિસ ઇત્યાદિ અનેક વિષયામાં તે રુચિ ધરાવે છે, પરન્તુ તેમની વિશેષ રુચિ બાળકોના શિક્ષણમાં અને ગીતા તથા નાટકાના લેખનમાં છે. કવિવર રવીંદ્રનાથ ટાગારના જીવન તથા સાહિત્યની તેમના ઉપર વિશેષ અસર છે.
ક
'
9
તેમની પ્રથમ સાહિત્યકૃતિ - ૧૯૩૪ માં - શુકશિક્ષા ” ( નાટક ) બહાર પડેલી. એ નાટક કવિવર ટાગારની । તાતાકાહિની’ નામની વાર્તા ઉપરથી લખાયલું છે. ‘ મંડૂક-કુંડ ', · સ્વર્ગ અને મર્ત્ય' તથા ‘દેવયાની ’ ( સંગીત ) એટલાં નાટકા તેમણે રચી પ્રસિદ્ધ કર્યેા છે. તે ઉપરાંત
6
અધૂરું સ્વપ્ન ' એ તેમની નવલકથા અને • ભાષાવિજ્ઞાન–પ્રવેશિકા ’ ( ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ ) એ તેમનું ભાષાવિજ્ઞાનવિષયક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ખીજા પશુ કેટલાક આનુવાદેા તેમણે કરેલા છે.
ભાસ્કરરાવ ગજાનન વિદ્યાંસ
કાઠિયાવાડમાં વળા મુકામે સં. ૧૯૫૯ ના અષાડ વદ ૩ ને રાજ તેમના જન્મ થએલ્રા; પણ મૂળ તેઓ કાંકણુના આંજěના વતની ચિતપાવન બ્રાહ્મણુ. એમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ અને માતાનું નામ સરસ્વતી.
પ્રાથમિક કેળવણી તથા અંગ્રેજીનાં ત્રણ ધારણ વળામાં કરી તે ભાવનગર દક્ષિણામૂર્તિ ભવનમાં જોડાયા, એવામાં જ યુનિવર્સિટી સાથેને સંબંધ એ સંસ્થાએ છેાડવો એટલે ત્યાંથી વિનીતની પરીક્ષા પસાર કરી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં પ્રથમાની પરીક્ષામાં પહેલા આવ્યા. બુદ્ધિ નાનપણથી જ તેજસ્વી હાવાથી દર વર્ષે ઈનામેા લેતા, અને એક વખત વક્તૃત્વની હરીફાઈમાં પણ સ્વ. કાન્તને હાથે પહેલું ઈનામ લીધેલું. વિદ્યાપીઠમાં આગળ દોઢેક વર્ષ શિક્ષણ લીધા બાદ લડત આવી એટલે શિક્ષણ છેડયું; અને તે પછી શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી એમના વ્યવસાય શિક્ષણુના જ રહ્યો છે. ભૂંગાળ, ઇતિહાસ, અર્થ શાસ્ત્ર અને રાજકારણુ એ એમના અભ્યાસના પ્રિય વિષયેા છે. રાતે હજી અવિવાહિત છે.
એમનાં પુસ્તકાની સાલવાર યાદી