________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
શરુમાં ભાવનગર ભગાના તળાવની ધૂળી નિશાળમાં અને પછી દરબારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન'માં લીધું જ્યાં એ સંસ્થાના સંચાલક શ્રી. નૃસિંહપ્રસાદ કાલિદાસ (નાનાભાઈ) ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે એમના સાંસ્કારિક ધડતરના પાયા નંખાયા, અને ત્યાં જાગેલી સાહિત્યાભિરુચિ તથા સાહિત્યસર્જનની શક્તિ શાંતિનિકેતનમાં તે ઉચ્ચ અભ્યાસ માટે ગયા ત્યાં પરિપુષ્ટ થઈ. એ ઉપરાંત · અજામીલ અથવા -ગરીબનું નસીબ ગરીબ' એ પુસ્તકે પેાતાના જીવન પર ઊંડી અસર કર્યાંનું તેઓ નાંધે છે. શ્રી. દક્ષિણામૂર્તિના ધડતરે અનેકામાં પ્રગટાવેલી જીવન, સંસ્કાર અને સાહિત્યમાંની રાષ્ટ્રીય ભાવનાએ તે પણ રંગાએલા છે અને ૧૯૩૦ની લડતમાં કાળેા આપી જેલવાસ પણ ભાગવી આવ્યા છે.
૧૧૨
અભિરુચિ સાહિત્યની હૈાવા છતાં પેાતાના અભ્યાસના પ્રિય વિષય તા તેઓ કેળવણીને જ ગણે છે અને એમના વ્યવસાય પણ શિક્ષકના જ છે. એમનાં એ પુસ્તકા બહાર પડવાં છેઃ
(૧) ગુલામ અને શિવલી ઈ. સ. ૧૯૩૮.
(૨) ખારી બહાર (કાવ્યસંગ્રહ) ઈ. સ. ૧૯૪૦,
બચુભાઈ પ્રભાશંકર શુકલ
શ્રી. બચુભાઈ પ્રભાશંકર શુક્લના જન્મ તેમના વતન વઢવાણુ શહેરમાં તા. ૪ થી એકટેાબર ૧૯૦૫ની સાલમાં થએલ. ન્યાતે તે બ્રાહ્મણ છે પરન્તુ જ્ઞાતિભેદને માનતા નથી. તેમણે એક ભંગાળી ગ્રેજ્યુએટ અને કલાકાર શ્રીમતી મૈત્રીદેવી સાથે ૧૯૩૩ માં લગ્ન કરેલું. તે કટક (એરીસ્સા) નાં વતની છે. તેમને એક પુત્ર થએલા છે તે ચારેક વર્ષની વયના છે.
શ્રી. બચુભાઇએ કેળવણી રખડી–રઝળીને જ લીધી છે. ચૌદ વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. પછી ‘ સાયન્સ ’ ને અભ્યાસ કરવા માંડેયેા. પછી તે શાંતિનિકેતનમાં અભ્યાસ માટે ગયા અને
r
વિશ્વભારતી ' ના ગ્રેજ્યુએટ થયા. પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસમાં તે ભાષાશાસ્ત્ર શીખતા અને એકંદરે ખારેક ભાષાઓના અભ્યાસ કરેàા. પછી તે વધુ અભ્યાસ માટે જર્મની ગયા અને ત્યાં મૅન યુનિવર્સિટીમાં જોડાયા પણ ભાઇની માંગીને કારણે અભ્યાસ છેાડીને તેમને પાછા કરવું પડયું.