________________
રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકાર એમનાં ખંડકાવ્યને ગુજરાત સાહિત્યસભાના જુદા જુદા સમીક્ષકે એ પણ મૂલ્યવાન લેખ્યાં છે.
શ્રી. ગોવિંદભાઈનાં ઘટક બળોમાં તેમની આજીવન ધર્મવૃત્તિ, ગ્રંથપાલ તરીકે તેમણે સેવેલી અભ્યાસ રતિ અને તે દરમિયાન તેમણે કરેલું પ્રાચીન ધર્મગ્રંથો તથા ઇતિહાસનું વાચન, કિશોર અવસ્થામાં ભાટચારણ પાસેથી સાંભળેલી લોકવાર્તાઓ અને વિદ્વાન તરફથી તેમને મળેલો આદર તથા ઉત્સાહ, એટલાં વાનાં ગણાવી શકાય. તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે : (૧) સંવાદગુચ્છ-પ્રથમ પુષ્પ
ઈ. સ. ૧૯૨૧ (૨) ,, , દ્વિતીય પુષ્પ
૧૯૨૩ (૩) હદયધ્વનિ, નાદ ૧-૨
૧૨૩ , નાદ ૩-૪
૧૯૨૩ (૫) આભેગાર
૧૯૨૬ (૬) જીવંત પ્રકાશ
૧૯૩૬ (૭) તપોવન
૧૯૩૭ (૮) મદાલસા
૧૯૩૯ (૯) આપદ્ધર્મ
૧૯૪૦ આમાંનાં પ્રથમ બેમાં સંવાદ છે; ૩, ૪, ૫ માં ગદ્યમય ભાવગીત છે; બાકીનાં ખંડકાવ્યો છે.
જગજીવનદાસ ત્રીકમજી કે ઠારી શ્રી. જગજીવનદાસ ત્રીકમજી કે ઠારીને જન્મ સંવત ૧૯૩૩ ના વૈશાખ વદ ૪ (તા. ૮-૫-૧૮૭૭) ના રોજ રાજકોટમાં થયો હતો. તેમનાં માતાનું નામ જવલબાઈ. તેમનું મૂળ વતન ગંડળ છે અને ત્યારે તે દશા શ્રીમાળી વણિક છે.
તેમણે પ્રાથમિક કેળવણુ ગંડળમાં અને માધ્યમિક કેળવણી રાજકેટની આજેડ હાઈસ્કૂલમાં લીધી હતી. ઊંચી કેળવણી મુંબઈમાં વીસન કેજમાં લઈને તે સને ૧૯૦૩માં બી. એ. થયા હતા અને ૧૯૧૦ માં એલ. એલ. બી. ની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. ગાંડળ સ્ટેટમાં ૨૫ વર્ષ સુધી મુનસફ તથા ફ.ક. મેજી. તરીકે અને ટ્રેઝરી ઓફીસર તરીકે કામ કરીને પછીથી ખીરસરા તથા વિઠ્ઠલગઢ સ્ટેટમાં કારભારી તરીકે કામ