________________
૧૦૮
- ગ્રંથ અને થાકાર પૂ. ૯ હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (“રહીમાની)
હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલને જન્મ મુંબઈમાં સંવત ૧૯૨૦ માં થએલો. તેમનાં માતાનું નામ જાનબાઈ. તેમનું મૂળ વતન શહેર હતું, હાલમાં ભાવનગર છે. તે ખોજા શિઆહ ઈશનાઅશરી કેમના છે. તેમણે કેળવણું મુખ્યત્વે મુંબઈમાં લીધેલી. - તેમનું પ્રથમ પુસ્તક “રે હિદાયત' સં. ૧૯૪રમાં બહાર પડેલું. તેમનું એક જાણીતું પુસ્તક “મુસલમાન અને ગુર્જર સાહિત્ય” છે. પંચાવન વર્ષથી તેઓ અરબી, ફારસી, ઉર્દૂમાંથી ગુજરાતી ભાષાંતર કરીને નાનાંમોટાં પુસ્તકે પ્રસિદ્ધ કરે છે જે મુખ્યત્વે ઈસલામ ધર્મનાં છે. એકાવન વર્ષથી “રાહે નજાત’ નામનું માસિક પત્ર તેમના તંત્રીપણું હેઠળ પ્રસિદ્ધ થાય છે. વચમાં ૨૭ વર્ષ સુધી “ નુરે ઇમાન' અને ૧૩ વર્ષ સુધી બાગે નજાત” નામનાં માસિક પત્રો પણ તે પ્રસિદ્ધ કરતા હતા. ગુજરાતી અક્ષરોમાં કુરાને શરીફ ગુજરાતી તરજૂમા સાથે તેમણે બહાર પાડેલું છે તેને બહોળા પ્રચાર થયો છે.
તેમનાં પત્નીનું નામ સકીનાબાઈ તેમને ત્રણ પુત્રો છે જેમાંના મોટા વેપાર કરે છે અને બીજા બે પુત્રો “રાહે નજાત'નું તંત્ર તથા વ્યવસ્થા સંભાળે છે. તે ઉપરાંત તેમને પાંચ પુત્રોઓ છે.
ગોવિંદભાઈ હરિભાઈ પટેલ શ્રી. ગોવિંદ હ. પટેલ (ધર્મજ, તા. પેટલાદ) ને જન્મ તા. ૨૮-૮-૯૦ ના રોજ થયેલો. તેમણે માત્ર ગુજરાતી શાળામાં છ ધોરણ સુધીની કેળવણી લીધી છે. અંગ્રેજી તેમ જ સંસ્કૃત ભાષાથી તે આજસુધી અપરિચિત જ છે. તેમણે કેટલાંક વર્ષો સુધી ધર્મજ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરેલું. તે સમય દરમિયાન અને ત્યારપછીનાં વર્ષોમાં એમણે ધર્મ, સાહિત્ય તથા ચિંતનમાં વૃત્તિને પરવી રાખી છે અને લગ્ન પણ કર્યું નથી એટલે સંસાર-વ્યવહારની ઉપાધિથી તે અલિપ્ત રહ્યા છે.
- ઈ. સ. ૧૯૨૧માં એમના ભાવપ્રધાન સંવાદને પ્રથમ ભાગ “સંવાદગુચ્છ” પ્રસિદ્ધ થયો અને કેટલાક વિદ્વાનેએ તેમાંનું હીર મૂલવીને તેની પ્રશંસા કરી. એ સાહિત્યપ્રવૃત્તિ ઈ. સ. ૧૯૨૬ સુધી ચાલી. ત્યારબાદ એક દસકા સુધી તે ચિંતનમાં-ધર્મગ્રંથોના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. ૧૯૩૫માં તેમણે ૯૦૦ થી ૧૨૦૦ પંક્તિઓનાં ખંડકાવ્યો રચવા માંડ્યાં.