________________
અને ગ્રંથકાર પુ. ૯ વલ્લભદાસ પિપટભાઈ શેઠ સ્વ. વલભદાસ પિપટભાઈ શેઠને જન્મ તેમના વતન મહુવા (કાઠિયાવાડ)માં સં. ૧૯૧૫ માં થયો હતો. તેમના પિતાનું નામ પોપટભાઈ મૂળજીભાઈ શેઠ અને માતાનું નામ પ્રેમબા હતું. ન્યાતે તે દશાશ્રીમાળી વણિક હતા. મહુવામાં ગુજરાતી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધારણ સુધી તેમણે અભ્યાસ કર્યો હતે. વ્યવસાયની શરુઆત તેમણે વ્યાપારથી કરેલી, પછી થોડે વખત વકીલાતને વ્યવસાય લીધેલ અને ઉત્તરાવસ્થામાં ભાવનગર રાજ્યના વસુલાતી ખાતામાં નોકરી સ્વીકારી ડેપ્યુટી વહીવટદારના એહા સુધી તે પહોંચ્યા હતા. કાવ્ય તથા તત્ત્વજ્ઞાનને તેમને ખૂબ રસ હતો. તુલસીકૃત રામાયણ એ તેમનું પ્રિય પુસ્તક હતું. સં. ૧૯૭૩માં મહુવામાં તેમનું અવસાન થયું હતું. તેમણે લખેલાં પુસ્તકમાંનાં મુખ્ય આટલાં છેઃ (૧) સુબેધચિંતામણિ, (૨) દષ્ટાંતચિતામણિ, (૩) સૌરાષ્ટ્રચિંતામણિ, (૪) માહેશ્વરવિરહ. તે ઉપરાંત તત્ત્વજ્ઞાન તથા કાવ્યનાં ચેડાં અપ્રકટ પુસ્તકે તેમના પુત્ર શ્રી. રમણિકલાલ વલ્લભદાસ શેઠ પાસે છે.
પ્રથમ પત્ની માનકુંવરથી તેમને એક પુત્ર અને બીજાં પત્ની મણિબહેનથી ત્રણ પુત્ર તથા સાત પુત્રીઓ થયેલાં જેમાંના બે પુત્રો અને પાંચ પુત્રીઓ વિદ્યમાન છે.
વાઘજી આશારામ ઓઝા સ્વ. વાઘજી આશારામ ઓઝાને જન્મ સં. ૧૯૦૬ માં મોરબીમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ આશારામ જાદવજી ઓઝા તથા માતાનું નામ અંબાબાઈ હતું. - તેમના મોટા ભાઈ ઈશ્વરભાઈ હતા તે ગંડળ સ્ટેટમાં નોકરી કરતા હતા અને સંવત ૧૯૪૪માં ગુજરી ગયા હતા. નાના ભાઈ મૂળજીભાઈ
જે વાઘજીભાઈની પછી “મોરબી આર્ય સુબોધ નાટક મંડળી” ચલાવતા હતા છે તે સં. ૧૯૭૭માં ગુજરી ગયા હતા. એ સિવાય તેમને બે બહેને હતી. તેમના પિતા ધેરાજીમાં નોકરી કરતા હતા, ત્યાં તેમની પ્રાથમિક કેળવણી શરુ થઈ હતી. તેમની ૧૨ વર્ષની વય થતાં તેમના પિતાજી ગુજરી ગયા હતા. પછી તેમણે મોટા ભાઈ પાસે રહી અભ્યાસ આગળ વધાર્યો હતો. ગેડી દરબાર તરફથી તેમને ઍલરશીપ મળતી. અંગ્રેજી ચાર ધોરણ ગાંડળમાં ભણું તે વધુ અભ્યાસ માટે રાજકેટની હાઈસ્કૂલમાં દાખલ થયા