________________
આ ગ્રંથ અને ગ્રંથકાર પુ. લીધું હતું. પછી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરી સને ૧૮૬૩માં મેટ્રીક્યુવેશનની પરીક્ષા એમણે પસાર કરી હતી. ૧૮૬૪માં એ બીલીમોરાની અંગ્રેજી સ્કૂલમાં સોળ વરસની નાની વયે હેડમાસ્તર નીમાયા હતા. પછી સુરતની હાઈસ્કૂલમાં તેમની શિક્ષક તરીકે નીમણુક થઈ હતી. ૧૮૬૯માં વકીલની અને ૧૮૭૩માં હાઈકોર્ટ પ્લીડર તથા સબજાજની પરીક્ષા પસાર કરી એમણે વકીલાત કરવા માંડી હતી.
સને ૧૮૭૫માં એ જોળકામાં કામચલાઉ સબજાજ નીમાયા હતા. ત્યારપછી કપડવણજ, બેરસદ, અંકલેશ્વર, વલસાડ, ભરૂચ વગેરે સ્થળે જઈ આવ્યા બાદ ૧૮૯૦માં એ સુરતમાં સબજજ તરીકે નીમાયા હતા, અને ૧૯૦૩માં નિવૃત્ત થયા ત્યાંસુધી સુરતમાં જ રહ્યા હતા. માત્ર વચ્ચે ત્રણ વરસે ખેડા જવું પડયું હતું. સુરતમાં હતા તે દરમિયાન તેમણે સ્મોલકેઝ કોર્ટના જજ તરીકે પણ છેડે વખત કામ કર્યું હતું. ન્યાયખાતામાંની તેમની ૨૮ વર્ષની કારકીર્દીમાં સરકારે તેમની બહેશીની વખતોવખત કદર કરી હતી. કેનેટ્રેકટ અને એવીડન્સના એકટના તરજૂમામાં રહેલી ભૂલોનું નિવેદન કરવાનું સરકારે તેમને સોંપ્યું હતું. તે નિવેદન એમણે એટલું સરસ કર્યું હતું કે તેની રૂએ એ કાયદાઓને ફરીથી તરજૂમે કરવામાં આવ્યા હતા. કાઠિયાવાડમાં વકીલોની પરીક્ષા લેવા માટે બે વિદ્વાન મુનસફીની માંગણી થઈ હતી ત્યારે પણ તેમની પસંદગી થઈ હતી.
૧૮૭૭ માં જામનગરના ચીફ જસ્ટીસ તરીકે અને વડોદરા રાજ્યના જ્યુડિશિયલ કમિશનર તરીકે મેટા પગારે તેમની નોકરીની માંગણી થઈ હતી પણ તેમણે તે સ્વીકારી નહોતી. નોકરીની મુદત પૂરી થતાં તે લંબાવવાને સુરતના જજ મી. હાર્વેએ આગ્રહ કર્યો હતો પણ તેમણે તે માન્ય રાખ્યો નહોતે અને પેન્શન પર નિવૃત્ત થયા હતા.
સ્વભાવે તે પરોપકારી અને દયાળુ હતા. ૧૮૭૭ માં કપડવણજમાં દુકાળ પડી ત્યારે તેમણે પ્રજાનું સંકટ નિવારવા અથાગ શ્રમ લીધો હતો. ૧૮૮૯ માં સુરતની મેટી આગમાં ગરીબોને તથા ખુલ્લી મદદ ન લઈ શકે એવાં આબરૂદાર કુટુંબને જાહેર તેમજ ખાનગી રીતે નાણું પહોંચાડવાને ખૂબ યત્ન કર્યો હતો. ૧૮૯૮ માં સુરતમાં ભરાયેલા પ્રદર્શનને તેમણે સફળ બનાવ્યું હતું અને તેની આવકને બાકી રહેલો મોટે ભાગ પારેખ હુન્નરશાળાને અપાવ્યું હતું. તે જ વર્ષે એ થીસાફીકલ સોસાયટીમાં જોડાયા ત્યારથી એ મંડળની અનેકવિધ સેવાઓ તેમણે કરી હતી. બાર વરસ સુધી સુરત સનાતન ધર્મસભાના પ્રમુખ તરીકે એમણે કામ કર્યું હતું. યોગસાધના નામના ગુરૂમંડળના પણ એ પ્રમુખ હતા.