________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તે તેમાંથી ક્ટા થયા હતા. “શિક્ષણને ઇતિહાસ” પુસ્તક તેમણે વડોદરા રાજ્યની કરી દરમિયાન લખેલું --
તા. ૧-૧૨-૯૮ થી તે ભાવનગરના કેળવણુ ખાતામાં જોડાયા, તે પચીસ વર્ષ સુધી રહ્યા. ભાવનગરમાંના તેમના જીવનકાળમાં અનેક રીતે તેમની કસોટી થાય તેવા બનાવો બન્યા. ભાવનગરમાં આવ્યા પૂર્વે ખ્રિસ્તી ધર્મ તરફ તેમના હદયનું આકર્ષણ થયું હતું. ભાવનગરમાં તેમણે એ ધર્મના સાહિત્યને અભ્યાસ વધાર્યો અને સને ૧૯૦૦ માં તેમણે ખ્રિસ્તી ધર્મ જાહેર રીતે સ્વીકાર્યો. જ્ઞાતિજનો અને સ્નેહી જનો તરફથી તે માટે તેમના ઉપર ફીટકાર વરસાદ વરસ્યો. અનેક વર્તમાનપત્રોએ તેમની સામે તરેહવાર આક્ષેપ કર્યા. સ્વભાવ અત્યંત કોમળ હોવાથી તેઓ નિંદા સહન કરી શક્યા નહિ અને અંતઃકરણથી જે સત્ય માનતા તેને સ્વીકાર નિભાવી શક્યા નહિ. બાપ્સીઝમ લીધા પછી ભાવનગર રાજ્યની નેકરી પણ તેમણે છેડી દીધી હતી, તે તેમણે ૬ માસ પછી પાછી લીધી અને તે ખ્રિસ્તી ધર્મ ડી આર્ય થયા, જોકે અંતઃકરણથી તે ખ્રિસ્તી જ રહ્યા હતા. તેમણે વેદ, ગીતા, કુરાન વગેરે ધાર્મિક પુસ્તકે ધ્યાનથી વિચાર્યા હતા, પરંતુ એ બધાંમાંથી પણ ખ્રિસ્તી ધર્મને અનુકૂળ જણાતી વાતે જ તેમના મગજમાં ચિતરાઈ જતી અને શાશ્વત અસર એ સિવાય બીજા કશાની રહેતી નહિ. ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા અગાઉ તેમણે સ્વીડનબર્ગ સંબંધે ઘણું વાંચ્યું હતું, એ વાચનની છાપ એમના મગજ ઉપર હમેશાં રહી હતી. મણિશંકરભાઈને મોટા ભાઈ ગૌરીશંકરે આવાં બધાં પુસ્તકે પોતાની પાસે રાખી લીધાં હતાં અને મણિશંકરભાઈને તે પાછાં ન આપવાં એ નિર્ણય કર્યો હતે. એ પુસ્તકે વિના મણિશંકરભાઈ અસહાય જેવા બની ગયા. તેવામાં મોટા ભાઈને પત્ર આવ્યો કે બધાં પુસ્તકે રેલ્વે પાર્સલથી રવાના કરી દીધાં છે, તે જાણતાં મણિશંકરભાઈને ઘણે હર્ષ થયો અને પુસ્તકે આવ્યા પછી એકેએક પુસ્તક પિતાના હાથે સાફ કરી, એક નવું કબાટ તે જ દિવસે ખરીદી તેમાં ગોઠવતાં ગોઠવતાં તે ખરેખર રેયા.
મણિશંકરભાઈને વિદ્વાન મિત્રામાં શ્રી. બળવંતરાય ક. ઠાકર, સ્વ. કલાપી, કવિ શ્રી નાનાલાલ અને સ્વ. અમૃતલાલ પઢિયાર મુખ્ય હતા. કલાપી સાથે એમને વિશુદ્ધ સ્નેહ માત્ર ચારેક વર્ષ રહ્યો અને કલાપીના અવસાનથી તે પૂરો થયો. કલાપી ઉપર મણિશંકરભાઈના વ્યક્તિત્વની એવી અસાધારણ છાપ પડી હતી કે કલાપીનું હદય તેમની પાસે અજબ રીતે ખુલી ગયું હતું.