________________
ગ્રંથકાર–ચરિતાલિ“વિદેહ ગ્રંથકારી
પુર
વિવેચક શ્રી નવલરામભાઈ, પિંગળકાર રણછોડભાઈ ઉદયરામ, કેશવ હર્ષદ ધ્રુવ અને ડાહ્યાભાઈ દેરાસરી જેવા ગુરુએના ઊંચા સંસ્કાર એમણે ઝીલ્યા હતા. તે ઉપરાંત સ્વયંશિક્ષણમાં કવિ નર્મદની પ્રેમશૌર્યભીની સંસ્કારિતા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ કૃત ‘હિંદુ અને બ્રિટાનિયા ', ગેવર્ધનરામ કૃત ‘ સરસ્વતીચંદ્ર’ અને મણિલાલ નભુભાઈ કૃત ‘ગુલાબસિંહ ’ આદિની અસર જીવન પર અદ્ભુત થઈ, અને જીવનમય સાહિત્યની ભૂમિકા બંધાઈ. સંસ્કૃતના તે સારા નાતા હાઈ મહાભારત, ભાગવત, બ્રહ્મસૂત્ર, ગીતા આદિના પણ એમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યાં હતા અને ગુરુ શ્રી પ્રકાશાનંદજી મહારાજ તથા અન્ય સંન્યાસીએ ને સંતા સાથેની આધ્યાત્મિક ચર્ચા વગેરેથી એમની પ્રતિભા પેાષા ને પુષ્ટ બની હતી.
એમની કૃતિઓમાં સંસ્કૃત ગુજરાતી કાવ્યેા ઉપરાંત કેટલાક ભાષ્યગ્રંથા પણ છે. સાહિત્ય ઉપરાંત વેદાંત એમના પ્રિય વિષય હતા. એમની પ્રથમ કૃતિ ‘વીરસિંહ અને પ્રેમરાય ' નામનું સળંગ લાંબું કાવ્ય સં. ૧૯૪૩ માં ૨૧ વર્ષની વયે પ્રસિદ્ધ થયું. પણ એમનું જાણીતું કાવ્ય તે ‘ વીરસ ' અને એમને ખ્યાતિ મળી તે એમણે મેધદૂતના રચેલા સમàાકી ભાષાંતરથી. એ ઉપરાંત એમના · આત્માન્નતિ ' નામના કાવ્યસંગ્રહમાં એમની વિવિધ કૃતિ સંગ્રહાએલી છે.
6
એમનું જીવન અનેકવિધ હતું અને એમની તીવ્ર બુદ્ધિશક્તિ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ચમકી ઊઠી હતી. સંસ્કૃત ઉપરાંત ગણિત એમને પ્રિય વિષય હેાઈ તે સારા ગણિતશાસ્ત્રી અને વ્યાપારી નામામાં નિષ્ણાત હતા, અષ્ટાવધાન કરી શકતા, હસ્તાક્ષરપરીક્ષામાં પણ તે નિષ્ણાત લેખાતા અને જ્યાતિષી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા,–એવા કે પેાતાના અવસાનની તિથિ, વાર, સમય એમણે ૨૦ વર્ષ પૂર્વે ભાખી રાખ્યાં હતાં, અને તે જ મુજખ સં. ૧૯૯૩ ના કાર્તિક વદિ ૪, તા. ૨૨ મી નવેમ્બર ૧૯૩૭ ના રાજ સંધ્યાસમયે એ ગાંડલમાં અવસાન પામ્યા.
અખંડ ખાદીધારી અને દેશની ઊંડી દ્વારૢ ધરાવનાર એ કવિનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યા અને દુહા જાણીતાં છે. સાહિત્યસેવક, કેળવણીકાર ઉપરાંત રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિને લીધે એમની અન્ય પ્રવૃત્તિએ જ્ઞાતિ અને દેશહિતનાં કાર્યોની પણ હતી.
એમની કૃતિઓની વર્ષવાર યાદી નીચે મુજબ છે : ૧. વીરસિંહ અને પ્રેમરાય
૧૯૪૩ (૧૮૮૭)