________________
પર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું મળીને ‘ભારત' પત્ર તથા પ્રેસની પ્રવૃત્તિ ઉપાડી. એ પત્રના પ્રથમ તંત્રી પૃથુલાલ શુક્લ હતા. ત્યારપછી તે ગાંધીજી પાસે સત્યાગ્રહાશ્રમમાં આવીને રહ્યા અને એક વર્ષ પછી ત્યાંથી છૂટા થઇ પાછા નડિયાદ ગયા. ત્યાંથી મુંબઈ જઈને ૧૯૨૬માં કાઇ સ્ટીમરના વાયરલેસ વિભાગમાં તેમણે કામ કર્યું. છેવટે ૧૯૨૮માં તે ‘ સાંજ વર્તમાન ' પત્રની એપીસમાં જોડાયા. તા. ૧૫-૧૧-૧૯૩૧ ને રાજ સાંતાક્રુઝમાં ન્યુમેાનિયાની બિમારીથી તેમનું અવસાન થયું.
તેમની મુખ્ય કૃતિએ “ફુલપાંદડી” (૧૯૨૪) અને આરામગા” (૧૯૨૮) છે. તેમની કલમ પ્રતિ શ્રી કવિ નાનાલાલે ‘કુલપાંદડી’ની પ્રસ્તાવનામાં અનન્ય પ્રેમ દર્શાવ્યા છે. તેમનાં કેટલાંક લખાણા હજી અપ્રકટ અવસ્થામાં છે. રવીન્દ્રનાથ અને ટાલસ્ટાયનાં લખાણાએ તેમના જીવન અને લેખન ઉપર અસર નીપજાવી હતી.
બહેચરલાલ ત્રિકમજી પટેલ (વિહારી)
"
બહુ પ્રકાશમાં નહિ આવેલા, પણ ઊંચી મેધા ધરાવનાર અને વિહારી ' નામથી કાઠિયાવાડમાં જાણીતા આ કવિના જન્મ ભાવનગર રાજ્યના સિહેાર ગામમાં પાટીદાર જ્ઞાતિમાં સં. ૧૯૨૨ના ચૈત્ર સુદ ૬ તા. ૨૨ મી માર્ચ ૧૮૬૬ના રાજ થયા હતા. એમના પિતાનું નામ ત્રિકમજી પુરુષાત્તમ અને માતાનું નામ ગંગાબાઈ.
"
ગુજરાતી સાત ધારણ સિહારમાં અને અંગ્રેજી છ ધારણ ભાવનગરમાં કરી રાજકૉટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજોમાં એમણે અધ્યાપનનું શિક્ષણ લીધું અને અંતિમ પરીક્ષામાં ૮૦ ટકા ગુણ લઈ પહેલા વર્ષમાં પહેલે નંબરે આવ્યા. તરત તે કેળવણી ખાતામાં જોડાયા અને જીવનભર એ જ વ્યવસાયમાં, તાલુકા શાળાના હેડમાસ્તર અને ગોંડલ અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે રહ્યા.
સંવત ૧૯૪૧ માં શ્રી મણિબાઈ સાથે એમનું લગ્ન થયું. એમને ત્રણ પુત્રા છે; ત્રણેય ગ્રેજ્યુએટ છે. મેટા પુત્ર શ્રી ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાઅધિકારી અને વચેટ પુત્ર જયન્તીલાલ તથા નાના ધીમતલાલ વકીલાત કરે છે.
એમના પિતા વ્યવહારકુશળ, વાચનના શાખીન અને વેદાંતજ્ઞાની હતા, અને એમણે બાળપણથી જ એમનામાં સારા વિદ્યાસંસ્કાર તથા ઉચ્ચ જીવનખીજ રાપ્યાં હતાં. તે પછી અભ્યાસકાળ દરમ્યાન કુમાર્ વયે સાક્ષર