________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંપ્રદાયની ગાદી સ્થાપનાર ભાણ સાહેબ, તેમના શિષ્ય રવિ સાહેબ, ખીમદાસજી અને બીજા સંતાની પદ્યવાણીને આ સંગ્રહ છે. ભાણ સાહેબ ૧૮મા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયા. નરસિંહ મહેતા પછી જેટલા પદપ્રકારો યેાજાયા છે તેનાં અનુકરણેા આમાંનાં પદોમાં દેખાવ દે છે. ‘પ્રેમરસવાણી’ (મહારાજ નારાયણદાસજી) માં ભજનાના સંગ્રહ છે, જેમાં ઉપનિષદ્ કાળથી માંડીને ૧૮–૧૯મી સદી સુધીના સંતેની વાણીની અસર દેખાય છે.
નાટક
નાટકનું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ દૂબળું રહેલું મનાતું આવ્યું છે, પણ તે દેખાય છે એટલું દૂબળું નથી. તે દૂબળું દેખાય છે તેનું કારણ એ છે કે ભજવવાનાં નાટકો પૂરેપૂરાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવતાં નથી; માત્ર ગાયને અને સારની પુસ્તિકાઓ છાપીને નાટક જોનારાઓ માટે એ નાટકાને અનામત રાખવામાં આવે છે. એ ખરું કે રંગભૂમિની રચના, પાત્રાનાં કાર્ય તથા ગતિ, ભાવાની ઉત્કટતા તથા શિથિલતા એ બધા દૃષ્ટિના વિષયે છે અને તેથી એ નાટકો દર્શનપ્રધાન હોઈ વાચનક્ષમ ઓછાં બને છે. દૃશ્ય, કાર્ય, ગતિ, ભાવ ત્યાદિ દૃષ્ટિના વિષયાને વાચનક્ષમ બનાવી શકાય, પણ દશ્ય નાટકાના સંચાલકા એ તકલિફ લેતા નથી. કદાચ તેઓ એમ માનતા હશે કે નાટક વાંચનારાએ તેને પ્રયાગ જોવા માટે નહિ આવે. વષઁથી આ જ પદ્ધતિ દક્ષ્ય નાટક ભજવનારાએ પકડી રહ્યા છે. જૂની મે।રબી અને વાંકાનર નાટક કંપનીએ પૂરાં નાટકા છપાવી પ્રસિધ્ધ કરતી, બાલીવાલાની નાટક કંપનીનાં કેટલાંક ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છપાયેલાં હતાં, અને ઘણાં મરાઠી નાટકો પણ પૂરેપૂરાં પ્રસિદ્ધ થયેલાં લેવામાં આવે છે; પરન્તુ ગુજરાતી નાટક કંપનીઓએ એ પતિ વર્ષોથી તાડી છે તે પાછી જોડી નથી. રંગભૂમિની રચના, કાર્ય, ગતિ, ભાવાદિને દસ્ય ને શ્રાવ્ય સ્વરૂપે જ રજૂ કરવા ઉપર તેમને પોતાની સફળતાના વિશ્વાસ હશે, લેખનમાં તે રજૂ કરવામાં તેમને કદાચ સફળતા માટે વિશ્વાસ નહિ હેાય; પણ કેટલાંક દશ્ય નાટકો વાચ્યસ્વરૂપે પણ રસદાયક થવાની ગુણવત્તાવાળાં હોય છે. પૂરાં નાટક પ્રસિદ્ધ કરવાની પ્રથાથી તેમને આર્થિક હાનિ થવાના ભય કાંક વધુપડતા લાગે છે. નાટકસાહિત્યની દૂબળી અવસ્થા એ નાટકો પુસ્તકાકારે અપ્રસિદ્ધ રહેતાં હાવાથી વિશેષ દેખાય છે.
મેલપટા પણ નાટકો તો છે જ, પરન્તુ તેમાં વાચ્ય ગુણ એછે અને