________________
૧૭
પાંચ વર્ષનું સાહિત્ય કવિતા ગીતરજની' અને “રાસકલિકા' (બાલકૃષ્ણ ભટ્ટ), “રાસબત્રીસી' (ચંદુલાલ શાહ), “રસિકાના રાસ' (કેશવલાલ ચ. પટેલ), “રાસભ્યોતિ” (ધનિષ્ઠા મજમુદાર). જૂની પેઢી
જૂની પેઢીની શૈલીએ આજે બહુ જ ઓછી કવિતા લખાય છે. જેઓ લખે છે તેમાંનો એક ભાગ પ્રાચીન ભક્તિસંપ્રદાય સાથે સંપર્ક રાખનારા ભક્ત કવિઓનો છે, અને બીજો ભાગ વિષયાનુરૂપ કરીને કોઈ જ વાર જૂની શૈલીને પિતાની કોઈકોઈ કવિતા રચના માટે પસંદ કરે છે. એવી કવિતાઓ નવીન અને મધ્યમ પેઢીના કવિતાસંગ્રહોમાં સમાઈ જાય છે. જૂની પેઢીની કવિતાને વર્તમાન કાળે થતે સમુદ્ધાર એ આ પેઢીની કવિતાઓના વર્તમાન કાળે થતા સંગ્રહોનો એક ત્રીજો વિભાગ છે. એકંદરે જોઈએ તો આ પેઢીની નવી કવિતા તેજસ્વી લાગતી નથી, તેને બદલે એ પેઢીની કવિતાનો અભ્યાસ વધુ તેજસ્વી જણાય છે અને એના અભ્યાસીઓનાં સંપાદન-સંશોધનકાર્યો વધારે નોંધપાત્ર બને તેવાં છે. • -
રાસ સહસ્ત્રપદી' અને “હારમાળા' (સં. કેશવરામ કા. શાસ્ત્રી): નરસિંહ મહેતા કૃત આ બેઉ કાવ્યનાં આ સમર્થ સંશાધનો છે અને તેમાં પ્રાચીન પદ્યરચનાના આંકડા મળી રહે છે. મળી શકેલી હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ઉષાહરણું (સં. ભોગીલાલ સાંડેસરા): પાઠ સંશેધનની ચીટાઈ અને વિદ્વત્તાભર્યો ઉઘાત એ તેની વિશેષતાઓ છે. “કુંવરબાઈનું મામેરું(સં. મગનલાલ દેસાઈ): અભ્યાસીઓ અને એ જૂના કાવ્યના રસિકો માટે તે ખાસ તૈયાર કરવામાં આવેલું છે.
ભજનસંગ્રહ' (સં. પં. બેચરદાસ): કબીર, નાનક, નરસિંહ, દયારામ મિષ્કુલાનંદ, મુક્તાનંદ, સૂરદાસ અને કેટલાક જૈન ભક્તોનાં ગીત-પદ-ભજનોનો આ સંગ્રહ છે. તેમાંની ચૂંટણી સરસ છે, પરંતુ વિશિષ્ટ દષ્ટિ તો તે તે કવિઓની ભાષાના અને તેમણે કરેલા શબ્દપ્રયોગોના અભ્યાસની છે.
ગવરી કીર્તનમાળા' (સં. મસ્ત) ૧૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલાં ગવરીબાઈનાં વિરાગ્યનાં પદનો આ સંગ્રહ છે. કીર્તન કેવળ સામાન્ય પ્રકારનાં છે.
“નિરાંતકાવ્ય' (સં. નટવરલાલ લલુરામ પંડયા): વડોદરાની નિરાંત પંથની ગાદીના મહંતની પ્રેરણાથી એ પંથમાં થઈ ગયેલા ભક્તો અને કવિઓએ રચેલાં પદો-ભજનોનો આ સંગ્રહ થવા પામ્યો છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ભાવના અને પદોની વાણું એ બધું ય તળપદું છે. “રવિભાણ સંપ્રદાયની વાણી” (પ્ર. મંછારામ મોતીરામ): ખંભાળિયા તથા શેરખીમાં