________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
(ડૅા.) ત્રિભુવનદાસ મેાતીચંદ શાહ
ગુજરાતી ભાષામાં વૈદકશાસ્ત્ર ઉપર સૌથી મોટા પ્રમાણભૂત અને અદ્વિતીય એવા “ શારીર અને વૈદકશાસ્ત્ર '' નામનેા હજાર પાનાંતા ગ્રંથ લખી બહાર પાડનાર અને ગઈ સદીની છેલ્લી પચ્ચીશીમાં એક પ્રતિભાશાળી અને નિષ્ણાત દાક્તર તરીકે સમસ્ત ગુજરાત-કાઠિયાવાડમાં નામના કાઢનાર ડૉ. ત્રિભુવનદાસનો જન્મ ઈ. સ. ૧૮૪૯માં (વિ. સં. ૧૯૦૫માં) જૂનાગઢની દશાશ્રીમાળી વણિક કામમાં ગરીબ માતાપિતાને ત્યાં થયે। હતા. એમના પિતાનું નામ શાહ મેાતીચંદ પાનાચંદ.
પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં લઈ તે માધ્યમિકની શરુઆત કરતા હતા ત્યાં માતાપિતાનું સુખ ઊગતી વયમાં જ ગુમાવી બેઠા, એટલે રાજકાટમાં માસા-માસીની હૂંફે ઊછરી મૅટ્રિક સુધી ત્યાંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી મુંબઈ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં જઈ ત્યાં ઈ. સ. ૧૮૭૨માં એલ. એમ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. તીવ્ર બુદ્ધિના હોવાથી આખા અભ્યાસકાળમાં તે મેખરે જ રહ્યા હતા અને અધ્યાપકાના ચાહ મેળવ્યેા હતો. મેડિકલ કૉલેજમાં પણ તેમણે ઈનામેા અને સ્કાલરશિપ મેળવ્યાં હતાં.
પાસ થઈ તે ધ્રુવળમાહિમમાં, વઢવાણુ કૅમ્પમાં અને પછી અમદાવાદની સિવિલ હાસ્પિટલમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે તેમણે કામ કર્યું. ત્યાંથી તેમની નોકરી જૂનાગઢ સ્ટેટે સરકાર પાસેથી ઉછીની લીધી અને તે પછી મૃત્યુ પર્યંત તેઓ ત્યાં જ ચીફ મેડિકલ આક્સિર તરીકે હતા. એમની વૈદકીય કારકીર્દિ જૂનાગઢમાં જ પ્રકાશી અને તેને કળશ ચડયો. આખા કાર્ડિયાવાડમાં તે વખતના વૈદકીય ક્ષેત્રમાં એ પ્રથમ પંક્તિના ને અનુભવી દાક્તર ગણાતા; કાઠિયાવાડના રાજારજવાડાં ને શ્રીમંતા એમની સલાહ લેતાં; સમાજના છેક છેલ્લા ઘર સુધી તેમના કૌશલની નામના હતી, અને એ જમાનામાં જ્યારે કાઠિયાવાડના કાઈ પણ રાજ્યના દવાખાનામાં દોઢ એ ડઝનથી વધુ · ઈનડાર' દરદી ન હતાં એ સમયે જૂનાગઢની ઇસ્પિતાલ સેંકડા દરદીએથી ભરચક રહેતી. આંખનાં કામ અને પથરીના આપરેશનમાં તેઓ એક્કા ગણાતા, અને એ વખતે કાઠિયાવાડના બહારવટિયાએ એ નાક કાપવાના ત્રાસ શરુ કરેલે હાઈ તે સમાં કરીને Rhinoplastic Operation દ્વારા એમણે સેંકડા સ્ત્રીપુરુષાને બદસીકલ જીવનથી બચાવી લીધાં હતાં. એ કાર્યમાં તેમની પ્રીતિ ઠેઠ યુરોપ સુધી પહેાંચી હતી અને એમ કહેવાય છે કે એમનાં જેટલાં નાક સમાં કરવાનું કામ એ સમયે