________________
ગ્રંથકાર-ચશ્તિાવધિ - વિદેહ ગ્રંથકારી
૩૧'
દિવસ પ્રવૃત્તિશીલ રહેતા; પણ ખીજાં ખાતાંએની ડખલને લીધે એ સ્વમાની પ્રાધ્યાપકે સને ૧૮૯૬માં કળાભવન છેડયું.
"
વડાદરાથી મુંબઈ આવીને તે વિલ્સન કૉલેજમાં કૅમિસ્ટ્રીના પ્રેાફેસર નીમાયા. ત્યાં · યુનિવર્સિટી રિફૉર્મ 'ની ચળવળ કરીને રસાયનશાસ્ત્રને જુદા અભ્યાસવિષય બનાવ્યેા જેને પરિણામે એ શાસ્ત્રના નિષ્ણાત સ્નાતકા યુનિવર્સિટીમાંથી નીકળવા લાગ્યા. એવામાં મુંબઈમાં મરકી ફાટી નીકળી તેના ઉપચાર માટે પ્રેા. ગજ્જરે આયેાડિન ટરસ્થેારાઈડ' નામની દવાની શાષ કરી, અને પરદેશી કંપનીઓએ એ દવાના પેટન્ટ માટે માટી કીંમત આપવા છતાં તેમણે પાતે પેટન્ટ લીધું નહિ, કાઇને વેચ્યું નહિ અને જનતા માટે તેની બનાવટ ખુલ્લી રાખી. ૧૮૯૮ માં મુંબઈમાં મહારાણી વિકટારિયાના ખાવલાનું મુખ કાઇએ સજ્જડ કાળા રંગે રંગેલું, તે ડાધ ભલભલાથી પણ ન નીકળ્યા, તે પ્રેા. ગજ્જરે કાઢી નાંખીને સૌને છ કરી નાંખેલા.
દેશમાં વિજ્ઞાનશાસ્ત્રીએ તૈયાર કરવાની જરૂર લાગવાથી તેમણે ૧૮૯૯ માં 2ના–કેમિકલ લેખેોરેટરી' નામની સ્વતંત્ર પ્રયાગશાળા મુંબઈમાં ઊભી કરી. પેાતાની અંગત આવક આ પ્રયાગશાળામાં નાંખીને તેમણે તેને સમૃદ્ધ કરી. યુનિવર્સિટી અને મેડિકલ કૉલેજ પેાતાના વિદ્યાર્થીઓને ત્યાં જ કામ કરવા માકલતાં એવી એની ખ્યાતિ હતી. તે પછી ઝાંખાં પડી ગએલાં ખરાં મેતીને ધેાવાના નુસખા તેમણે શેાધી કાઢો. આથી દુનિયાભરના રસાયનશાસ્ત્રએ હેરત પામી ગયા. એ ધંધામાં તે લાખા રૂપિયા કમાયા, જે તેમણે રસાયનશાસ્ત્રના પ્રચાર માટે વાપર્યાં. ૧૯૦૨ પછી તેમની જ પ્રેરણા, યેાજના અને અવિશ્રાંત શ્રમથી વડેાદરાનું ‘એલૈંબિક કૅમિકલ વર્ક્સ’ સ્થાપવામાં આવેલું.
૧૯૦૨ની સાલમાં શ્રી. ગેાવર્ધનરામ ત્રિપાઠી સાથે તેમણે સુવ્યવસ્થિત સમાજ, કારખાનાં અને વૈજ્ઞાનિક પરબ રૂપી શાળાઓવાળા એક આદર્શ સંસ્થાન ‘કલ્યાણગ્રામ' નામની યેાજના ઘડેલી, પણ પાછળથી આર્થિક સ્થિતિ નબળી થતાં એમની એ મુરાદ બર ન આવી. ૧૯૧૦ માં તેમનાં પત્ની કાશીબહેન ગુજરી ગયાં, આંતિરક જીવન ક્લેશમય તથા દુઃખી બની ગયું અને અઁશાન્ત ચિત્તને લીધે તેમને અનિદ્રાનું દર્દ લાગુ પડેલું. પ્રો. ગજ્જરના અંતિમ દિવસે ખૂબ કહ્યુ, એકાકી અને આર્થિક સંકડામણુવાળા નીવચ્ચા હતા. ૧૯૨૦ના જુલાઈ માસની ૧૬ મી તારીખે એમણે સ્વર્ગવાસ કર્યાં.