________________
૧૮
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૪ ભાગ, બાળકસરત, શિશુશિક્ષણ, બાળકહાણીઓ, બાળબાગ ૨ ભાગ, કિંડરગાર્ટન પાઠમાળા, બાળશિક્ષણ ગરબાવળી, સંગીત સતી મંડળ, સંગીત રાજામંડળ, બાળખેલ, બાળકની રંગભૂમિ, બાળજ્ઞાન, બાળગીત, કિંડરગાર્ટન પદાર્થપાઠ, વાંચનમાળા-મૂળ ભાગ, પહેલી ચેપડી,બાળશિક્ષણ ૩ ભાગ.
ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ સ્વ. ગંગાશંકરને જન્મ ધ્રાંગધ્રામાં તા. ૧૫-૬-૧૮૭૬ ને રેજ થએલે. તેમનું મૂળ વતન રાજકેટ. તેમના પિતાનું નામ મણિશંકર દયાળજી વૈષ્ણવ અને માતાનું નામ ડાહીબહેન. તે ન્યાતે વડનગરા નાગર ગૃહસ્થ હતા. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી રાજકેટમાં લઈને ઉંચી કેળવણી વડેદરા કોલેજમાં લીધી હતી. નાની વયમાં પિતૃગૃહ છોડવું પડયું હોવાથી તે અભ્યાસમાં અને વ્યવસાયમાં આપબળે આગળ વધ્યા હતા. બાજી અને કેમિસ્ટ્રી તેમના પ્રિય વિષય હતા, અને સાહિત્ય તથા સંગીતને તેમને રસ હતે. જીવનભર શિક્ષણને વ્યવસાય તેમણે કર્યો હતો. તેમના જીવન ઉપર સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની પ્રબળ અસર હતી.
તેમનું લગ્ન સને ૧૮૯૪માં રાજકોટમાં સૌભાગ્યગૌરી સાથે થયું હતું. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. શ્રી. ગંગાશંકર સુરતમાં તા. ૧૦–૬–૧૯૧૭ ના રોજ અવસાન પામ્યા હતા.
૧૮૯૯માં (૧) બાળસ્વભાવ' નામનું તેમનું પહેલું પુસ્તક બહાર પડયું હતું. ત્યારબાદ તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકેની નામાવલિ નીચે મુજબ છેઃ (૨) બાળવાર્તા, (૩) પદાર્થપાઠ, (૪) જ્ઞાનપ્રદીપ, (૫) ગુજરાતી વ્યાકરણ, (૬) English Essays, (૭) બાલેજ તથા કેમિસ્ટ્રી, (૮) ગૃહવ્યવસ્થા.
છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી સ્વ. છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રીને જન્મ ઈ. સ. ૧૮૬૮માં થયો હતો. તે ન્યાતે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. પ્રાથમિક કેળવણી લીધા બાદ માધ્યમિક કેળવણીમાં તેમણે વડોદરાની કેલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમણે વિશેષાંશે પોતાના પિતા પાસેથી મેળવ્યું હતું.