________________
૧૭
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે માટે તે અરસામાં સારી પેઠે લોકપ્રિય નીવડયાં હતાં. નાનપણથી સંગીતને તેમને શોખ હતું તેથી આગળ જતાં શાળામાં સંગીતશિક્ષક તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેમની કવિતાશક્તિ તથા લેખનકાર્ય માટે તેમને સાત ચંદ્રકો મળ્યા હતા; બાલીવાલા નાટક કંપની, વાંકાનેર નાટક કંપની, દેશી નાટક સમાજ, જાનાગઢ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, વડોદરા સ્ટેટ, અને ૧૯૧૧ માં ભરાયેલા દિલ્હી દરબાર તરફના એ ચાંદે હતા.
મહેમ ગર્ભશ્રીમંત હતા. તેમના દાદા મેઘજી શેવિંદજી એક શ્રીમંત શરાફ હતા અને વહાણે રાખી રંગુન તથા આફ્રિકા સુધીનો વેપાર ખેડતા. સ્વ. ગોપાળજીને સાત સ્ત્રીઓ થઈ હતી, તેમાંથી ચોથી સ્ત્રી કમલા ઉછે કુસુમબાઇની કન્યા મધુમતીનું લગ્ન શ્રી. ગોપાળજીની હયાતી પછી બાલુભાઈ
શ્યામજી પુરેહિત બી. એ. સાથે થયાં હતાં. તેમનાં છેલ્લાં પત્ની એકમ હાલમાં વિદ્યમાન છે. તા. ૧૭-૨-૩૫ ને રોજ સ્વ. દેલવાડાકરનું ૬૬ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. મૃત્યુસમયે તેમણે આઠેક હજાર રૂપિયાનું દાન પિતાની જ્ઞાતિને કર્યું હતું, જેમાં બેડિંગ માટે જમીનને અને પિતાના એક મકાનો સમાવેશ થાય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે શ્રી. જયાપ્રસાદ પુરુષોત્તમરાય ઝાલા અને શ્રી. કે. કે. જેશી કામ કરે છે.
સ્વ. દેલવાડાકરે ૨૨ નવલકથાઓ, ૧૩ નાટકે, ૯ ચિત્રપટ માટેની કથાઓ, અને કિંડરગાર્ટન ગ્રંથમાળાની વીસેક પુસ્તિકાઓ લખી પ્રસિદ્ધ કરી હતી. તેમની કૃતિઓની યાદી નીચે આપી છેઃ
નવલકથાઓ –નીલમ અને માણેક ૮ ભાગ, નીલમમાણેક સંતતિ ૪ ભાગ, ચંદ્રકળા, નિરંજની અથવા વરઘેલી વનિતા, મધુરી અથવા પ્રેમઘેલી પ્રમદા, મંદારિકા, બેરીસ્ટરની બૅરી, બ્રીફલેસ બેરીસ્ટર, શાન્તિપ્રિયા, લાલન વણઝારી, બહાદુર કલે ૨ ભાગ, નંદકિશોર, નવલગંગા ૨ ભાગ, વિક્રમ રાજાને સંભ્રમ ૨ ભાગ, સ્ત્રીઓની મહત્તા, સહચરી, પૃથુકુમાર, મહિલાસમાજ, કુસુમ વાધેલી.
નાટક–રાજા શ્રીયાળ, વસંતમાધવરમણસુંદરી, મદનવસંત, મનેહરી રંભા, નીલમ–માણેક, તારા સુંદરી, મધુર બાળા, ચંદ્રકળા, મનહર મેના, પંડલીક, રાજભક્તિ, યોગમાયા.
ચિત્રપટ કથાઓ–પિત્રોદ્ધાર, ઈદ્રકુમારી, દેવી ટેડી, લાલન વણઝારી, જનકવિદહી, કાશ્મીર, દિલફરોશ, નીલમ-માણેક, કુસુમ વાધેલી.
બાળગ્રંથાવલી–કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં મૂળતત્વ, કિંડરગાર્ટન