________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૧૯૨૫ થી ૧૯૨૭ના નવેમ્બરની ૧૩મી તારીખે ટાઈફેઈડની બિમારીથી તેમનું અવસાન થયું ત્યાંસુધી તે સુરતની કેલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત એ ત્રણે ભાષાનું તેમનું વાચન વિશાળ હતું. બહાઉદ્દીન કેલેજના સંસ્કૃતના માજી ઑફેસર સ્વ. મહાદેવ મલ્હાર જોષીની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી.
અંગ્રેજીમાં શેકસપિયર,મા, ઈમરસન, સંસ્કૃતમાં કાલિદાસ, અને ગુજરાતી માં મુનશી, નાનાલાલ તથા કોન એ તેમના પ્રિય લેખકે હતા તેમની એક જ કૃતિ “ગજેન્દ્ર મૌકિકે” તેમના અવસાન પછી શ્રી. રમણ લાલ યાજ્ઞિકની લખેલી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ છે. એ પુસ્તકમાં તેમનાં કાવ્યો, નિબંધ, પત્રો વગેરેને સંગ્રહ છે.
તેમનું લગ્ન તા. ૨૧-૪-૧૯૨૦ ના રોજ વસાવડમાં કંચનલક્ષ્મી નૃસિંહપ્રસાદ દેસાઈ વરે થએલું. તેમને એક પુત્ર ભાઈ અનિલકુમાર અને પુત્રી સૌ. સરલાલક્ષ્મી વિદ્યમાન છે.
પંડિત ગટુલાલજી : ભારતમાતંડ પંડિત ગટુલાલજી મૂળ કેટાના વતની હતા. તૈલંગી બ્રાહ્મણ ઘનશ્યામ ભટજીને ત્યાં જૂનાગઢમાં તા. ૮-૨-૧૮૦૧ ના રોજ તેમનો જન્મ થયો હતો. મોટપણે શીઘ્રકવિ તરીકેનું બિરુદ પામનાર એ બાળકે પાંચ વર્ષની વયે જ થાળી પાળી ઘંટી બંટી તળેવ ખાંડણિયું” એવી કવિતા રચી હતી ! સાતમે વર્ષે તે તેમણે “અમર કષ' કંઠસ્થ કર્યો હતો. આવા પ્રતિભાશાળી બાળકની આંખો નવમે વર્ષે શીતળાના ઉપદ્રવથી ગઈ પરંતુ તેનાં પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયાં. પિતા પાસેથી સંસ્કૃત ભાષાનાં સર્વ અંગે ભણી લઈને ૧૪ વર્ષની અંદર તે તેમણે યમુનાલહરી, ઋકિમણું ચંપૂ, વેદાન્ત ચિંતામણિ, ભાતશક્તિ વગેરે ગ્રંથો લખ્યા અને સરિસ્સિદ્ધાન્ત. માર્તડ નામક પ્રૌઢ વાદગ્રંથમાં છપાયેલા લક્ષ્મણગિરિના ૩ર કેનું ખંડન
કર્યું. જોધપુરના મહારાણા સમક્ષ પંડિતની સભામાં “કંસવધ કાવ્ય શીઘ કવિતાના પ્રયોગરૂપે રચી તેમણે પ્રથમ પંક્તિના શીઘ્રકવિ તરીકેનું બિરુદ મેળવ્યું. સંસ્કૃત અને વ્રજ ભાષા ઉપરાંત ગુજરાતીમાં પણ તે કવિતા રચતા જેને સંગ્રહ “સુભાષિત લહરી' નામથી પ્રસિદ્ધ થયા છે. શીઘ્રકવિ ઉપરાંત તે અદ્દભુત વ્યાખ્યાતા અને શતાવધાની પણ હતા. ૧૮ વર્ષની વયે તેમણે કાશીના પંડિત પાસેથી ૧૦૦ જુદી જુદી બાબતેનાં અવધાને