________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
તેમનું પહેલું પુસ્તક “સતીમંડળ અને સ્ત્રી પુરૂષોને ધર્મ-ભાગ પહેલો” સને ૧૮૯૨માં બહાર પડેલું. એ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ છે. “સતીમંડળ ભાગ ૨' ની પાંચ આવૃત્તિઓ થઈ છે. બીજાં પુસ્તકમાં “ચરિત્ર ચંદ્રિકા' (ચાર આવૃત્તિ) અને “શ્રીમાળ પુરાણ” એ મુખ્ય છે. “સતીમંડળ ભાગ ૧'ની બે હિંદી આવૃત્તિઓ પણ થઈ છે. સ્વર્ગસ્થ પિતાની જ્ઞાતિનું “શ્રીમાળી શુભેચ્છક” માસિક પત્ર કેટલોક સમય ચલાવ્યું હતું. તેમનું અવસાન અમદાવાદમાં તા. ૭-૮-૩૪ ને રેજ થયું હતું.
તેમનું પ્રથમ લગ્ન જામનગરમાં શિવકુંવર સાથે અને બીજું લગ્ન મીઠીબાઈ સાથે થયું હતું. તેમના મોટા પુત્ર શ્રી. ભેગીલાલ અમદાવાદની સેંટ્રલ બેંકની શાખામાં આસી. એકાઉન્ટન્ટ છે અને બીજા પુત્ર શ્રી. અનંતરાય નાગપુરમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. તે ઉપરાંત તેમની એક પુત્રી વિધવા છે.
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ સ્વ. ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ ગોંડળના વતની હતા. તેમને જન્મ સં. ૧૯૫૮ના ભાદરવા સુદ ૧૩ ને રોજ તેમના મોસાળ વસાવડમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુલાબરાય દુલેરાય બુચ અને માતાનું નામ વાલી બહેન હતું. ન્યાતે તે વડનગરા નાગર હતા.
તેમના પિતા જસદણમાં પિલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા તેથી તેમની પ્રાથમિક કેળવણી જસદણમાં પૂરી થએલી. તેમની માધ્યમિક કેળવણી ગેંડળની સંગ્રામજી હાઈસ્કૂલમાં તથા ત્યાંની ગીરાસીયા કોલેજમાં પૂરી થઈ હતી. અભ્યાસમાં તે ખૂબ તેજસ્વી હતા. હાઈસ્કૂલમાં તેમને દરમાસે ઢાલરશીપ મળતી અને મેટ્રીકની પરીક્ષા તેમણે ૧૯૧૯ માં યુનિવર્સિટીમાં આઠમા નંબરે પસાર કરેલી. ત્યારપછી ઉંચી કેળવણી તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં લીધી હતી. ૧૯૨૩માં બી. એ. માં સંસ્કૃત ઓનર્સ સાથે તે પહેલા વર્ગમાં પહેરો નંબરે પસાર થયા હતા, અને તેથી તેમને ભાઉ દાઝ પ્રાઈઝ મળ્યું હતું તથા ધીરજલાલ મથુરાદાસ સ્કોલરશીપ મળી હતી. ૧૯૨૩ થી ૧૯૨૫ સુધી તે બહાઉદ્દીન કોલેજના ફેલો હતા. ૧૯૨૫ માં તેમણે એમ. એ. ની પરીક્ષા પસાર કરીને વેદાંતમાં પહેલા આવવા માટે “સુજ્ઞ ગેકુળજી ઝાલા વેદાંત પ્રાઈઝ' મેળવ્યું હતું.