________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ સ્વ. કલાભાઈ ઘનશ્યામ ભટ્ટને જન્મ સંવત ૧૯રપમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ રાજારામ ભટ્ટ અને માતાનું નામ મહાર. તે ન્યાતે રાયકવાળ બ્રાહ્મણ હતા. તેમનું મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ. વતનના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈને અને માધ્યમિક કેળવણી અમદાવાદની હાઈસ્કૂલમાં લઈને તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી, પરંતુ ત્યારપછી સંસ્કૃત અને અંગ્રેજીનો સારી પેઠે અભ્યાસ કર્યો હતો. મુંબઈની પોલીસ કેર્ટમાં તે ઇન્ટરપ્રીટર તરીકે નોકરી કરતા હતા.
સાહિત્યના અભ્યાસ ઉપર તેમને પુષ્કળ પ્રીતિ હતી અને તેથી સંસ્કૃતને જે વિશાળ અભ્યાસ તેમણે કરેલ તેના ફળરૂપે તેમણે “પાર્વતી પરિય”, “વિક્રમશી” અને “મેઘદૂત' એ ત્રણ સંસ્કૃત સાહિત્યગ્રંથના કરેલા અનુવાદ સુપ્રસિદ્ધ છે. તે ઉપરાંત સામયિકેમાં તે છૂટક કવિતાઓ લખતા, જેને સંગ્રહ પ્રસિદ્ધ થયું નથી.
તેમનાં પત્નીનું નામ સરસ્વતી. તે ભરૂચ જીલ્લાના આમોદ ગામનાં હતાં. સ્વ. કલાભાઈને એક પુત્રી મનેરમા અને એક પુત્ર નામે હરીશ છે જે બી. એ., એલ. એલ. બી. થયા છે. સ્વ. કલાભાઈનું અવસાન અમદાવાદમાં ૧૯૧૪ ના ઓગસ્ટ માસમાં થયું હતું.
કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટીઆ સ્વ. કૃષ્ણરાવને જન્મ અમદાવાદમાં રા.બ. ભેળાનાથ સારાભાઈને ત્યાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૩૬ ના ડિસેમ્બરની ચેથી તારીખે થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને પ્રીવિયસ સુધીનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં લઈ તેઓ વિલાયત જઈને બૅરિસ્ટર થયા હતા અને એમના સમયમાં મુંબઈ-અમદાવાદમાં અનુભવી બૅરિસ્ટર ગણાતા હતા. સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ વગેરે કાયદામાં તેમના સહ-અનુયાયી હતા. એ ઉપરાંત કુટુંબની જાગીરની વ્યવસ્થા તથા રા, બ, ભોળાનાથ સારાભાઈથી પેઢીને વહીવટ એ એમના મુખ્ય વ્યવસાય હતા.