________________
-થ અને ગ્રંથકાર પુ. આ સાન પામ્યા. તેમનાં પત્નીનું નામ મંછાબા. તેમના બે પુત્રામાંના મોટા પુત્ર શ્રી. મૂળચંદભાઈ (બી. એ., એલ. એલ. બી, ઍડકેટ) અમદાવાદના જાણીતા વકીલ તરીકે વિદ્યમાન છે અને બીજા પુત્ર સુપ્રસિદ્ધ જસ્ટીસ લલ્લુભાઈ શાહ મુંબઈ હાઈકેર્ટના જજ હતા તે મૃત્યુ પામ્યા છે.
ઈબ્રાહીમ લાખાણી સ્વ. ઈબ્રાહીમ લાખાણીને જન્મ ભાવનગરમાં સને ૧૮૭૫ ની સાલમાં થયું હતું. તે મુસ્લીમ મેમણ કોમના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ વલીમેહમ્મદ અને માતાનું નામ આયેશાબાઈ. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ભાવનગરમાં લીધી હતી. ભાવનગરની શામળદાસ કોલેજમાં બી. એ. થયા પછી તેમણે એલ. એલ. બી. ને અભ્યાસ શરુ કરેલ. આર્થિક મુશ્કેલીને કારણે વધુ અભ્યાસ મૂકી દે પડયો હતો. કેલેજ છોડ્યા બાદ તે જૂનાગઢની મેહબૂત મદ્રેસા હાઈસ્કૂલમાં શિક્ષક નીમાયા હતા, પાછળથી તે તેના હેડમાસ્તર થયા હતા (૧૯૦૩) અને ૧૯૩૦ માં જૂનાગઢના એજ્યુકેશનલ એફીસર બન્યા હતા. ૧૯૩૨માં તે રાજકેટ ખાતેના જૂનાગઢના સ્ટેટ વકીલ થયા હતા.
ફારસી સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય ઉપર તેમની વિશેષ પ્રીતિ હતી. ભાવનગરના મી. ઉસ્માન બિન અ. કાદર અને જૂનાગઢના મૌ. મુહમ્મદજાનની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી. ભાવનગરમાં તા. ૨૪-૧૨-૪૧ ના રોજ તેમનું અવસાન થયું હતું.
સને ૧૮૯૪ માં ભાવનગરમાં તેમનું લગ્ન રાબિયાબાઈ સાથે થએલું. તેમના ૩ સંતાન વિદ્યમાન છે. એક પુત્ર બી. એ., એલ. એલ. બી. થયા છે અને કુતિયાણામાં ન્યાયાધીશના દ્ધા પર છે. બીજા પુત્ર મુંબઈમાં દાંતના ડાકટર તરીકે વ્યવસાય કરે છે અને ત્રીજા પુત્ર બી. એ., એલ. એલ. બી. હોઈ જૂનાગઢમાં વકીલાત કરે છે.
તેમણે લખેલાં પુસ્તકમાંનું પહેલું ૧૯૧૪ માં (૧) “કન્યાભૂષણ” પ્રસિદ્ધ થયું હતું. (૨) કન્યાભૂષણ યાને અકબરી અસગરી (ઉદ્દ “મિરાતૂલ અસ્સ' ઉપરથી), (૩) ટૂંક ઈસ્લામી તવારીખ (૧૯૩૬), (૪) હું અને મારી વહુ (૧૯૩૬), (૫) બેધક કિસ્સાઓ (૧૯૩૮), (૬) કુરાન મજીદમાંથી નિબંધ (૧૯૪૧).